મોરબી પરશુરામધામ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે કોમ્યુનિટી હોલનું કરશે લોકાર્પણ
SHARE
મોરબી પરશુરામધામ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે કોમ્યુનિટી હોલનું કરશે લોકાર્પણ
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે કોમ્યુનિટી હોલ સરકારી ગ્રાન્ટ અને સમાજના આર્થિક સહયોગથી બનાવવામાં આવેલ છે આ હોલનું ગુરુવારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે
મોરબીના પરશુરામ ધામના કર્તાહર્તા ભૂપતભાઈ પંડ્યા અને અનિલભાઈ મહેતાની યાદીમાં જણાવ્યુ છે કે, મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ગ્રાન્ટ, મોરબી નગરપાલિકા અને પરશુરામધામના આર્થિક યોગદાનથી કોમ્યુનિટી હોલ બનાવવામાં આવેલ છે જે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ દ્વારા આગામી તા ૧૯ ના રોજ ગુરુવારે સાંજે સાડા પાંચ વાગ્યે કરવામાં આવશે ત્યારે પરશુરામ ધામ ખાતે યોજાનાર કર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી હાજર રહેશે અને તેઓના હસ્તે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવશે આ તકે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને આ કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટ, સમસ્ત બ્રહ્મસમાજ, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ, બ્રહ્મસમાજ યુવક મંડળ, પરશુરામધામ યુવા ગ્રુપ, સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ, ગાયત્રી મંદિર સહિતની સંસ્થાઓના હોદેદારો અને આગેવાનો તેમજ યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
ભૂદેવો સમૂહમાં જનોઈ બદલાવશે
શ્રાવણ મહિનામાં રક્ષા બંધનના દિવસે ભૂદેકો જનોઈ બદલાવે છે ત્યારે મોરબીમાં દર વર્ષે વાંકાનેર દરવાજા બહાર આવેલ ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી સમૂહમાં જનોઈ બદલાવવા માટેના કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા. ૨૨ ના રોજ સવારે સાડા આઠ કલાકે નૂતન યજ્ઞોપવિત ધારણવિધિ અને શ્રાવણી કર્મનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ સર્વે બ્રાહ્મણોને લેવા માટે આચાર્ય વિપુલભાઈ શુકલ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે