અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન
Breaking news
Morbi Today

મોરબીમાં "રાષ્ટ્રીય ખેલ દિવસ" અંતર્ગત પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાશે


SHARE





















મોરબીમાં 29 ઓગસ્ટ "રાષ્ટ્રીય ખેલ દિવસ" અંતર્ગત પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાશે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર" દ્વારા માન્ય "આર્યભટ્ટ"લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી સી ટેક હાઈસ્કૂલ રૂમ નં.202 મોરબી ખાતે કાર્યરત છે.તા.:-29 ઓગસ્ટ "રાષ્ટ્રીય ખેલ દિવસ" નો ઉદ્દેશ ખેલની ભાવનાને ઉજાગર કરવાનો અને ખેલના ફાયદા વિશે લોકો માં જાગૃતિ લાવવાનો છે. ટૂંકમાં, રાષ્ટ્રીય ખેલ દિવસ એ એક એવો દિવસ છે કે જ્યારે આપણે ખેલ જગત માટે નિષ્ક્રીય એવા ભારતને રમત-ગમત માટે સક્રીય એવુ એક રાષ્ટ્ર બનાવી શકીએ છીએ.રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઓળખાતો નેશનલ સ્પોર્ટ્સ ડે દર વર્ષે 29 ઓગસ્ટના હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદનો જન્મ દિવસ. આઝાદી પહેલા ઓલિમ્પિકમાં એકલા હાથે 3-3 વખત ગોલ્ડ મેડલ અપાવી ધ્યાનચંદે દેશનો ડંકો વગાડ્યો હતો. આવડી મોટી સિધ્ધિને કારણે તેમના જન્મ દિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે જાહેર કરાયો છે. હિટલર જેવા નેતા પણ ધ્યાનચંદની રમતથી અચંબિત થઇ ગયા હતા. રાષ્ટ્રીય ખેલ દિવસ તા:- 29 ઓગસ્ટ ની રમત ગમત પ્રશ્નોત્તરી સ્પર્ધા  કેટેગરી મુજબ આપેલ પ્રશ્નો નાં જવાબ વિડીઓ ફિલ્મ બનાવી સ્પર્ધકો એ નીચે દર્શાવેલ કોઈપણ એક વૉટ્સેપ નંબર પર મોકલી શકો છો. એલ.એમ.ભટ્ટ 98249 12230 / 87801 27202 દિપેનભાઈ ભટ્ટ 97279 86386  આ સ્પર્ધા ની છેલ્લી તા. 29/8/2021 રાત્રે 9=00 સુધી આપનો પ્રશ્નોતરી નો વિડીયો બનાવી મોકલી આપશો










Latest News