મોરબીના હજનારી ગામના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા
SHARE









મોરબીના હજનારી ગામના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા
મોરબી તાલુકાના હજનારી ગામે આવેલા અંબાનગર વિસ્તારમાં રહેતો રાજેશ કાંતીલાલ સુતરીયા નામનો ૪૦ વર્ષે યુવાન ગઈકાલ તા.૨૦ ના રોજ સવારે નવ વાગ્યે ઘરેથી નોકરીએ જવા માટે મોરબી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં બરવાળા ગામ નજીક રેલ્વે સ્ટેશન પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા માથાના ભાગે અને જમણા હાથના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીની હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જે અંગે જાણ થતાં હાલમાં મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ઝેરી દવા પી જતાં સારવારમાં
મોરબીના ભક્તિનગર ગામે મહેન્દ્રભાઈ ખોડાભાઈ ભોરણીયાની વાડીએ રહીને મજૂરીકામ કરતા પરિવારના સુમાબેન અમરસિંગ પ્રતાપભાઈ નામની ૧૯ વર્ષીય યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હોય તેને સારવાર માટે અહિંની મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી હોસ્પિટલ સૂત્રો તરફથી મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હોય તાલુકા પોલીસ મથકના બીટ જમાદાર આર.બી.વ્યાસે બનાવની આગળની તપાસ હાથ ધરી છે.
