વાંકાનેરમાં રક્ષાબંધન પૂર્વે બહેનોએ કરી રાખડીની ખરીદી : છેલ્લે દિવસે ઘરાકી દેખાઈ
મોરબીમાં જલારામ મંદિરે સદાવ્રતમા પ્રસાદ યોજી માતાને આપી શ્રધ્ધાંજલિ
SHARE









મોરબીમાં જલારામ મંદિરે સદાવ્રતમા પ્રસાદ યોજી માતાને આપી શ્રધ્ધાંજલિ
મોરબીના શક્ત શનાળા ગામના વતની પ્રેમજીભાઈ આંબાભાઈ બાવરવા દ્વારા તેમના માતુશ્રીની નવમી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેમજીભાઈ આંબાભાઈ બાવરવાની માતુશ્રી સ્વ. હરખીબેન આંબાભાઈ બાવરવાનુ નિધન નવ વર્ષ પહેલા થયુ હતુ. તેઓ ખુબ દયાળુ, માયાળુ, ધાર્મિક તથા મિલનસાર સ્વભાવના હતા. ત્યારે તેમની પૂણ્યતિથી નિમિતે સત્કાર્ય કરી તેમના પરિવારજનોએ તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, હરીશભાઈ રાજા, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, હિતેશ જાની, હસુભાઈ પંડીત, અનિલ સોમૈયા સહીતનાઓએ સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
