મોરબીમાં જન્માષ્ટમી પહેલા સફાઈ-લાઈટ ચાલુ કરવા વિહિપની રજૂઆત
SHARE








મોરબીમાં જન્માષ્ટમી પહેલા સફાઈ-લાઈટ ચાલુ કરવા વિહિપની રજૂઆત
મોરબીમાં આગામી દિવસોમાં જન્માષ્ટમીનો પર્વ આવી રહ્યો છે ત્યારે હાલમાં શહેરના જાહેર માર્ગો ઉપર ગંદકી જોવા મળી રહી છે જેથી કરીને સાફ સફાઈ કરાવવા તેમજ બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા માટે વિહિપ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઈ છે
મોરબી શહેર વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ કમલેશભાઈ બોરીચાએ પાલિકામાં લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે, હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને જન્માષ્ટમી આવી રહી છે ત્યારે મોરબીના રાજમાર્ગો પર જાહેરમાં મટકીફોડ કાર્યક્રમ થતા હોય છે જેથી શહેરના રાજમાર્ગો પર સફાઈ, લાઈટ ચાલુ કરવો તેમજ ભૂગર્ભ ગટરના ઢાંકણા ખુલ્લા છે તે અંગે યોગ્ય કરવા માટેની માંગ કરી છે

