મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ઇકોએ પાછળથી બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત


SHARE













મોરબીના નવલખી રોડે ઇકોએ પાછળથી બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત

મોરબીના નવલખી રોડે બરવાળા ગામ પાસે રેલવે સ્ટેશન નજીક ઇકો કારના ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારતા બાઈક ચાલક યુવાનને ઇજાઓ થઈ હતી અને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું અને અન્ય એક યુવાનને ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો આ બનવાની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી


નવલખી હાઇવે ઉપર બરવાળા નજીક ઈકો ગાડી નંબર જીજે ૩ કેસી ૪૦૫૫ ના ચાલકે બાઇક નં. જીજે ૧૦ સીબીઆઇ ૦૯૩૮ ને પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને બાઇક ચાલક વેરસીભાઈ રાજેશભાઇ રૂદાતલાને ગંભીર ઇજાઓ થઈ હતી અને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજયું હતું અને તેની સાથે બેઠેલા અન્ય એક યુવાનને ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયો છે અને આ બનાવમાં મૃતક વેરસીભાઈના હજનાળી ગામે રહેતા પિતા રાજેશભાઈ ભીખાભાઈ રૂદાતલાએ અકસ્માત સર્જીને નાશી ગયેલા ઇકો કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી કરલે છે






Latest News