મોરબીના નવલખી રોડે ઇકોએ પાછળથી બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત
ભાજપના ડરના લીધે લોકો સીધા આમ આદમી પાર્ટીમાં આવતા નથી: મહેશભાઇ સવાણી
SHARE
ભાજપના ડરના લીધે લોકો સીધા આમ આદમી પાર્ટીમાં આવતા નથી: મહેશભાઇ સવાણી
ગુજરાત આમ આદમી પાર્ટીના આગેવાન મહેશભાઇ સવાણી મોરબીમાં આવ્યા હતા ત્યારે જિલ્લા કાર્યાલયનું તેમણે ઉધઘટન કર્યું હતું અને બાદમાં પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ૯૦ ટકા લોકો આમ આદમી પાર્ટી સાથે જો કે, તે લોકો ભાજપના ડરના લીધે સામે આવતા નથી કેમ કે ભાજપ દ્વારા તેઓને નુકશાન કરવામાં આવે છે
મોરબીમાં અવની ચોકડી પાસે પાટીદાર સોપિંગ સેન્ટરમાં આમ આદમી પાર્ટીના આગેવાન મહેશભાઇ સવાણીના હસ્તે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ રવાપર-ધુનડા રોડ મોરબી ખાતે જિલ્લાના આપના કાર્યકરો સાથે મુલાકાત રાખવામાં આવી હતી ત્યારે જુદાજુદા ગામના આગેવાનો, સરપંચો સહિતના લોકો આપમાં જોડાયા હતા આ તકે મોરબી જિલ્લાના પ્રમુખ યોગેશ રંગપરિયા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા ત્યાર બાદ પત્રકાર પરિષદ યોજાઇ હતી
જેમાં ગુજરાત આમ આદમી પાર્ટીના આગેવાન મહેશભાઇ સવાણીએ જણાવ્યુ હતું કે, હાલમાં ગુજરાતનાં જુદાજુદા જિલ્લા તાલુકામાં ઘણા લોકો આમમાં જોડાઈ રહ્યા છે અને જે લોકો આપમાં જોડાયા છે તે રાજકારણ કરવા માટે નહીં પરંતુ લોકોને સારી સુવિધાઓ આપવા માટે આપની સાથે જોડાયા છે આજે ખેડૂતો, વેપારીઓ, વિદ્યાર્થીઓએ, વાલીઓ સહિતના હેરાન છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી નંબર વન પાર્ટી હશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યુ હતું કે, ગુજરાતમાં ૯૦ ટકાથી વધુ લોકો આમ આદમી પાર્ટી સાથે જો કે, આ લોકો ભાજપના ડરના લીધે સામે આવતા નથી કેમ કે જો તે લોકો આપમાં ખૂલીને જોડાઈ તો ભાજપ દ્વારા તેઓને નુકશાન કરવામાં આવે છે