મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પાડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં સર્કિટ હાઉસ સામે ૧૬ ગેરકાયદે બંધકામોને પાલિકાએ તોડી પડ્યા


SHARE









મોરબીમાં સર્કિટ હાઉસ સામે ૧૬ ગેરકાયદે બંધકામોને પાલિકાએ તોડી પડ્યા

મોરબીમાં સર્કિટ હાઉસ પાસે પાકા દબાણો કરી લેવાં આવ્યા હતા જેની સ્થાનિકોએ રજૂઆત કરી હતી જેથી કરીને મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા ગઇકાલે આ દબાણોને તોડી પાડવામાં આવ્યા છે અને કુલ મળીને ૧૬ હજેટલા પાકા દબાણોને તોડવામાં આવ્યા હતા

 મોરબી વિધુતનગર સોસાયટીના લોકોએ કલેકટરને રજુઆત કરી હતી કે, સર્કિટ હાઉસ સામે મહેન્દ્રનગર રોડ સર્વિસ રોડ પાસે ગેરકાયદે કાચા પાકા દબાણો કરી દુકાનો અને મકાનો બનાવી લેવામાં આવ્યા છે અને આવારા તત્વોનો અડ્ડો જામે છે, દેશી દારૂના અડ્ડા પણ ચાલતા હોય આવારા તત્વોના ત્રાસથી બહેનો અને દીકરીઓને ત્યાંથી નીકળવું મુશ્કેલ બને છે. જેથી ગેરકાયદે દબાણો તોડવાની માંગ થઈ હતી જેને ધ્યાને લઈને પાલિકા દ્વારા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતુ જેની પાલિકામાથી મળતી માહિતી મુજબ આઠ દુકાનો, બે મકાનો, બે ડેલા સહિત કુલ ૧૬ દબાણો ઉપર બુલડોઝર ફેરવીને દબાણો દૂર કરી દેવામાં આવ્યું છે 




Latest News