રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા ગામે તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત


SHARE







ટંકારાના હડમતીયા ગામે તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

 

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા હડમતીયા ગામે કાંતિભાઈ વાઘજીભાઈ રંગપરિયાની વાડીની બાજુમાં આવેલ પાણીના ખાડા (તળાવ) માં ડૂબી જતા મજુર યુવાનનું મોત નીપજ્યું હતું.જેથી ટંકારા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામે કાંતિભાઈ વાઘજીભાઈ રંગપરિયાની વાડીએ રહીને મજૂરી કામ કરતો વિજય શૈલેષભાઈ ડામોર જાતે આદિવાસી મૂળ રહે. ધુતીયા તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ વાળો વાડીની બાજુમાં આવેલા પાણીના ખાડા (તળાવ) માં નાહવા માટે ગયો હતો જ્યાં તેનું ડૂબી જતા મોત નીપજત્તા ડેડબોડીને ટંકારા સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી હાલમાં ટંકારા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ચાવડા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

હળવદના કીડી ગામેથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઇ|

મોરબી જિલ્લામાં ભારે મોટી માત્રામાં દેશી દારૂનું વેચાણ થાય છે અને તેની પ્રતીતિ હાલમાં પણ જોવા મળી રહી છે.તાજેતરમાં ચૂંટણી હોય પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે અને ખૂબ મોટી સંખ્યામાં દેશી દારૂના ધંધાથીઓ જેમા મહીલા બુટલેગરોની સંખ્યા પણ નોંધપાત્ર છે તેઓની ઉપર ઘોષ બોલાવવામાં આવી છે. વધુમાં મળતી માહીતી મુજબ મોરબીના હળવદ તાલુકાના કીડી ગામે રહેતા પ્રહલાદ ઉર્ફે સલો નંદાભાઈ કોળીના ભોગવટાની વાડીમાં આવેલ ખરાબાની જગ્યામાં પોલીસે રેડ કરી હતી ત્યારે હળવદ પોલીસની રેડ દરમિયાન સ્થળ ઉપરથી ઠંડો આથો ૯૦૦ લીટર તેમજ દેશી દારૂ બનાવવાના ભઠ્ઠીના સાધનો જેમાં લોખંડનો ચૂલો ગેસના ૪ બાટલો સહિતની વસ્તુઓ મળી આવતા રૂા.ચાર હજારનો મુદ્દામાલ અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.છ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રહલાદ નંદા કોળી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

સાપ કરડી જતા સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામે સિમેરો સિરામિક નામના યુનિટમાં કામ દરમિયાન સાપ કરડી જતા ઝેરી અસર થવાથી પ્રફુલભાઈ તકદીરભાઇ નામના ૩૯ વર્ષના મજૂર યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યારે ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા છનાભાઈ દેવજીભાઈ સનારીયા નામના ૬૨ વર્ષના વૃદ્ધને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ છનાભાઈને તેના પુત્ર અને પત્ની દ્વારા માર મારવામાં આવ્યો હોય તેમને સારવારમાં ખસેડાયા હતા..! હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News