મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નવા અંજિયાસરમાં યુવાને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું


SHARE











માળીયા (મી)ના નવા અંજિયાસરમાં યુવાને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

માળીયા મીયાણા તાલુકાના નવા અંજિયાસર ગામે રહેતા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામે રહેતા મુસ્તાક અબ્દુલભાઈ મોવર જાતે મિયાણા (ઉંમર ૨૫)ગઈકાલે બપોરના અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેને તેનો ભાઈ અલીશા અબ્દુલભાઈ મોવર રહે. નવા અજીયાસર વાળો માળિયા સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આપઘાતના આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

દેશી દારૂ

માળીયા મીયાણા તાલુકામાં આવતા વર્ષામેડી ગામના ફાટક પાસેથી બાઈક નં જીજે ૩ જેએન ૬૪૪૭ પસાર થતું હતું જે બાઈકને રોકીને પોલીસે ચેક કરતા બાઇક ચાલક પાસેથી આઠ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૬૦ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ૨૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળી ૨૦૧૬૦ નો મુદ્દામાલ કબજે કરી રણજીતભાઈ બળદેવભાઈ સરવૈયા જાતે કોળી (૧૯) રહે. નીરૂબેનનગર તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રમજાન કરી સંવાણી રહે. જુના રેલ્વે સ્ટેશન રોડ વાળા વિસ્તાર માળીયા મીયાણા વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News