વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કુંજ સંકુલ-૨ નું પદ્મશ્રી એવોર્ડ વિજેતા મુકતાબેન ડગલી-પંકજભાઈ ડગલીએ કર્યું ખાતમહુર્ત


SHARE









મોરબી નજીક પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કુંજ સંકુલ-૨ નું પદ્મશ્રી એવોર્ડ વિજેતા મુકતાબેન ડગલી-પંકજભાઈ ડગલીએ કર્યું ખાતમહુર્ત

મોરબીના લક્ષ્મીનાગર પાસે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કુંજ સંકુલ-૨ નું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું ત્યારે પદ્મશ્રી એવોર્ડ વિજેતા મુકતાબેન ડગલી અને પંકજભાઈ ડગલી તેમજ સમાજ શ્રેષ્ઠીઓ ત્યાં હાજર રહ્યા હતા અને આઠ કરોડના ખર્ચે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કુંજ સંકુલ-૨ દાતાઓના સહકારથી બનાવવામાં આવશે

આગમી દિવસોમાં જે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કુંજ સંકૂલ-૨ ભવન બનાવવામાં આવશે તેમાં ૧૦૦ ફ્લેટ્સ બનાવવામાં આવશે તેમાં તમામ અદ્યતન સુવિધાઑ રાખવામા આવશે અને અત્રે ઉલેખનીય છે કે, પ્રજ્ઞાચક્ષુ તાલીમ કેન્દ્ર ઉદ્યોગગૃહનાં નિર્માણ સાથે એકસો જેટલા પ્રજ્ઞાચક્ષુ પરિવાર સ્વમાન ભેર ગૌરવ પૂર્ણ જીવન જીવી શકે તેવા ઉદ્દાત હેતુ સાથે આઠ કરોડનાં ખર્ચે નિર્માણ આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે આ ઉપરાંત આગામી દિવસોમાં અમદાવાદ ખાતે એક હજાર અને ઉમરગામ ખાતે પણ ૫૦૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર માટેની કાર્યવાહી કરવામાં આવશે આ તકે સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ સેવાકુંજનાં અધ્યક્ષા અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા શ્રીમતી મુકતાબેન ડગલી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, સમાજ પાસે પાણી માંગો અને દૂધ આપે છે

મોરબી લક્ષ્મીનગર ખાતે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કુંજ સંકુલ-૨ નું સંસ્થાનાં સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિવત સાથે ખાત મહુર્ત કરવામાં આવ્યું હતું હાલ જે જગ્યાએ સંકૂલ છે ત્યાં જગ્યા ઓછી પડતાં હવે લક્ષ્મીનગર ગામ પાસે આવેલ આર્યવ્રત સ્કુલ બાજુમાં સેવા સંકુલ-૦૨ ઊભું કરવામાં આવશે આ સંકૂલના દાતા પરિવારના ડો.કુસુમબેન અમૃતલાલ દોશીનું નામ સંકુલને આપવામાં આવશે હાલમાં મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા સંકુલની જવાબદારી સાંભળતા હાતીમભાઈ રંગવાલાએ જણાવ્યુ હતું કે, મોરબીના ઉદ્યોગકારો સહિતના દાતાઓ તરફથી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના દરેક કાર્યમાં ખૂબ જ સારો સહકાર આજની તારીખે મળી રહ્યો છે હાલમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા સંકુલ-૧ માં ૪૦ ફ્લેટમાં ૪૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ પરિવાર અને ૧૬૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ યુવાનો સ્વમાન ભેર જીવનજીવી રહ્યા છે આટલું જ નહીં કોઈના ઉપર નિર્ભર ન રહેવું પડે તે માટે કેટલાક પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ ઓધ્યોગિક એકમોમાં રોજગારી માટે કામ કરવા પણ જાય છે




Latest News