મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રેપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સિગરેટના પૈસા માંગતા ફડાકા મારી પથ્થર વડે હુમલો !


SHARE













મોરબીમાં સિગરેટના પૈસા માંગતા ફડાકા મારી પથ્થર વડે હુમલો,ગુનો નોંધાયો

મોરબીના રવાપર વિસ્તારમાં ઉપરોક્ત મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પાનના ગલ્લાવાળાએ સામેના યુવાન પાસે સિગરેટના પૈસા માંગતા યુવાને ઉશ્કેરાઈ જઈને ગલ્લા ધારકને બે ફડાકા ઝીંકી દીધા હતા અને સાહેદ ઉપર પત્થરનો છુટો ઘા કર્યો હતો. જેથી ગુનો નોંધાવા પામેલ છે. 

મોરબીની રવાપર કેનાલ આલાપ રોડ નજીક આવેલી તિરૂપતિ સોસાયટીમાં રહેતો અને પાનનો ગલ્લો ચલાવતા અમિત જયંતિભાઇ કોટડીયા જાતે પટેલ (૨૬) નામનો યુવાન પોતાના પાનના ગલ્લે બેઠો હતો ત્યારે ત્યાં જય ઉર્ફે કાળો ગંગારામ ખરેજીયા રહે.મોરબી રવાપર રોડ સરસ્વતી સોસાયટી વાળો સિગરેટ લેવા માટે આવ્યો હતો તેથી અમિત કોટડીયાએ તેને સિગરેટ આપીને પૈસા માંગતા ઉશ્કેરાઈ જઈને જય ઉર્ફે કાળાએ અમિતભાઇને બે ફડાકા ઝીંકી દીધા હતા અને સાથે રહેલા સાહેદ ભાવેશભાઈ ઉપર છુટા પથ્થરનો ઘા કર્યાે હતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી ભોગ બનેલ અમિતભાઈ કોટડીયાએ હાલમાં જય ગંગારામ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના જે.એ.ઝાલાએ તપાસ હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતા સુખાભાઈ હમીરભાઈ ઇંગોરા જાતે ભરવાડ નામનો ૪૮ વર્ષીય યુવાન આંદરણા અને ચરાડવા આવેલ બીસેરો સીરામીક પાસેથી પગપાળા જતો હતો ત્યાં તેને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા સુખાભાઈ ભરવાડને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબી તાલુકાના અમરાપર ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી પ્રાગજીભાઈ સવજીભાઈ રૂદાતલા નામના ૨૪ વર્ષના યુવાનને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.

મારામારીમાં મહીલાને ઇજા

મોરબીના વાવડી ગામે રહેતી નીતાબેન વાલજીભાઈ વરૂ નામની ૪૨ વર્ષીય મહિલાને મોરબીના ઘૂંટુ રોડ ઉપર આવેલ રામકો વિસ્તારમાં મારામારીના બનાવમાં ઈજાઓ થતાં નીતાબેન વરૂને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલે લઈ જવાયા હતા.બનાવની નોંધ થતાં તાલુકા પોલીસ મથકના જે.જે.ડાંગરે બનાવની તપાસ હાથ ધરી છે.જ્યારે વાંકાનેરના રાતાવિરડા ગામે રહેતો કાલુસિંગ રમેશભાઇ રાઠોડ નામનો ૨૫ વર્ષીય યુવાન બાઇક લઇને વાંકાનેર હાઇવે ઉપરથી જતો હતો ત્યાં રફાળેશ્વર પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત કાલુસિંગ રાઠોડને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News