મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

“સ્કૂલ ચલે હમ”: મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓ ફૂલડે વધાવીને આવકાર્યા


SHARE

















“સ્કૂલ ચલે હમ”: મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓ ફૂલડે વધાવીને આવકાર્યા.

કોરોના કાળના કારણે સમગ્ર રાજ્યની સાથે સાથે મોરબી જિલ્લાની શાળોઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય ઘણાં લાંબા સમયથી બંધ હતું,પણ સરકારની સૂચનાથી  વર્ષ ૨૦૨૧-૨૨ ના શૈક્ષણિક સત્રનો શુભારંભ કરવામાં આવેલ છે અને સત્રના ત્રણ માસ જેટલો સમય વીતી ગયો હોય, વિદ્યાર્થીઓમાં શાળાએ આવવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો.શાળોમાં ધો.૬ થી  ના વર્ગો દરરોજ ૫૦ % મુજબ રોટેશન પદ્ધતિથી ચાલુ કરવામાં આવેલ છે, જેમાં સરકારની એસ.ઓ.પી.ગાઈડ લાઈન મુજબ સોસિયલ ડીસ્ટીનસિંગ જાળવવું, સમૂહ પ્રાર્થના કરવાની નહિ, વિદ્યાર્થીઓએ નાસ્તા કે પાણીની બોટલની આપ લે કરવી નહીં, વારંવાર હાથ સાફ કરવાજ્યાં ત્યાં થુકવું નહિ, માસ્ક પહેરવું વગેરે સુચનાઓને ધ્યાનમાં રાખી માધાપરવાડી શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્યની શરૂઆત કરતા પૂર્વે શાળાના તમામ શિક્ષક બહેનો અને ભાઈઓ દ્વારા દરેક વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી તાપમાન માપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરીફૂલડે વધાવી વિશિષ્ટ રીતે સ્વાગત કરી શાળામાં આવકાર્યા હતા.




Latest News