મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE











મોરબીના જેતપર ગામે ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે આદિવાસી યુવાન ઝેરી દવા પી ગયો હતો જેનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જેતપર ગામે રહીને ખેત મજૂરી કામ કરતાં કાંતિભાઈ ગણપતભાઇ નાયક જાતે આદિવાસી નામનો ૪૦ વર્ષનો યુવાન થોડા દિવસો પહેલાં ઝેરી દવા પી ગયો હતો જેથી તેને જેતપરના પીએચસી ખાતે સારવારમાં ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન કાંતિભાઇ આદીવાસીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે. બનાવ સંદર્ભે બીટ વિસ્તારના જમાદાર આર.બી.વ્યાસ તપાસ ચલાવી રહ્યા છે.તેમના જણાવ્યા પ્રમાણે મૃતકને તેના વતનમાં દેવું થઈ ગયું હોય તે વાતના ટેન્શનમાં તેણે ઉપરોક્ત અંતિમ પગલું ભર્યું હોય તેવું હાલ તપાસમાં ખુલ્યું છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ભરતનગર અને લક્ષ્મીનગર વચ્ચે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં આઈ ટેન કાર ટ્રકની સાથે અથડાતા સુરેન્દ્રનગર જિલ્લાના લીયા નજીક આવેલા ભૃગુપુર ગામે રહેતા મરિયમબેન વાહીદભાઈ શાહમદાર અને મયુદ્દીનભાઈ મહેબુબભાઇ દિવાન નામની બે વ્યક્તિઓને ઇજાઓ થવાથી શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.

યુવતી સારવારમાં

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી આરતીબેન ધનજીભાઈ રાણવા નામની અઢાર વર્ષીય યુવતી કોઇ અજાણી દવા પી જતાં તેણીને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવી હતી બનાવને પગલે બીટ વિસ્તારના જમાદાર જે.જે.ડાંગરે તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબી તાલુકાના ખાનપર ગામે પ્રકાશભાઈ તળસીભાઇની વાડીએ થયેલ મારામારીના બનાવમાં ઘવાયેલા દિનેશ છગનભાઈ પોલાર નામના ૨૫ વર્ષીય યુવાનને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News