મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ થાય તો લાખો શ્રમિકોની રોજગારી સામે પ્રશ્નાર્થ, ઉદ્યોગકારોએ ઉધારમાં આપેલા માલના કરોડો રૂપિયા ફસાઈ તેવા સંકેત મોરબીના લાલપર ગામ પાસે યુવાન અને મકનસર ગામે યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક જુદાજુદા બે કારખાનામાં કોઈ કારણોસર વૃદ્ધ અને યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આઇ.સી.ડી.એસ દ્વારા પોષણ માસની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 


SHARE













મોરબી જિલ્લામાં આઇ.સી.ડી.એસ દ્વારા પોષણ માસની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 

ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં જન આંદોલન માટે રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ હોય જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર સપ્ટેમ્બર મહિનામાં પોષણ અભિયાન નો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવેલ છે.


રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી અંતર્ગત સપ્તાહિક થીમ પ્રમાણે પ્રવૃત્તિઓ આઇ.સી.ડી.એસ દ્વારા હાથ ધરવામાં આવી રહી  છે. મોરબી જિલ્લામાં પણ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કેન્દ્રોમાં કુપોષણ નાબુદી અભિયાન અંતર્ગત તેમજ સગર્ભા, બાળકો, કિશોરીઓને શુદ્ધ આહાર અંગેની સમજણ તેમજ સ્વચ્છતા અંગેની માહિતી આપવા સહિતની રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. મોરબી  જિલ્લા પંચાયત પ્રોગ્રામ ઓફીસર કોમલબેન ઠાકરના માર્ગદર્શન હેઠળ તાલુકા બાળ વિકાસ યોજના અધિકારીઓ અને મુખ્ય સેવિકાઓ તેમજ આંગણવાડી બહેનો આ પ્રવૃતિમાં લાભાર્થીઓને વિવિધ સમજણ આપવા સહિતની કામગીરી કરી રહી છે.

સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં પોષણ વાટિકા ના સંદર્ભમાં આંગણવાડી કેન્દ્રો, શાળાઓ, પંચાયત અને અન્ય જાહેર સ્થળોમાં વૃક્ષારોપણની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે. બીજા સપ્તાહમાં પોષણ માટે યોગ અને આયુષ અંતર્ગત સગર્ભા, બાળકો, કિશોરીઓને યોગ કરાવવા અંગેની સમજણ આપવામાં આવશે. ત્રીજા સપ્તાહમાં અતિકુપોષિત વિસ્તારમાં લાભાર્થીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ અને  ચોથા સપ્તાહમાં જિલ્લામાં અતિ કુપોષિત બાળકોને શોધીને ન્યુટ્રીશન ખોરાક પૂરો પાડવા સહિતની કામગીરી વિવિધ વિભાગો સાથે સંકલન કરીને કરવામાં આવશે.






Latest News