મોરબી જિલ્લામાં આઇ.સી.ડી.એસ દ્વારા પોષણ માસની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું
હે ભગવાન: મોરબી જીલ્લામાં ખેડૂતોને સિચાઈના પાણી માટે ચોમાસામાં કોંગ્રેસે કરવી પડી માંગ
SHARE
હે ભગવાન: મોરબી જીલ્લામાં ખેડૂતોને સિચાઈના પાણી માટે ચોમાસામાં કોંગ્રેસે કરવી પડી માંગ
મોરબી જીલ્લામાં આવતા પાંચ તાલુકામાથી ત્રણ તાલુકામાં ૩૧ ઓગસ્ટ સુધીમાં દસ ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે જેને કારણે ખેડૂતો હેરાન છે ત્યારે સરકારે જાહેર કરેલ મુખ્યમંત્રી કિશન ફસલ યોજનાનો લાભ મોરબી જિલ્લાના ખેડૂતોને મળે તે અનિવાર્ય છે જેથી મોરબી, માળિયા અને હળવદ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો, નર્મદા કેનાલ અને મચ્છુ-3 ડેમમાથી ખેડૂતોને સિચાઈ માટે પાણી મળે તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે
ચાલુ વર્ષે મોરબી જીલ્લામાં આજ દિન સુધીમાં સંતોષકારક વરસાદ થયો નથી અને ચોમાસુ પાક લેવા માટે જે ખેડૂતો દ્વારા આગોતરી વાવણી કરવામાં આવી હતી તેઓએ તેનો પહેલો પાક કાઢી નાખીને બીજી વખત વર્સ્દ સારો થશે તેવી આશા સાથે વાવણી કરી હતી જો કે, મોરબી જિલ્લામાં અપૂરતા વરસાદને કારણે ૩૧ ઓગસ્ટ સુધીમાં મોરબી, માળિયા, હળવદ તાલુકામાં દસ ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે જેને કારણે ખેડૂતોનો એક નહી પરંતુ બે વખત પાક નિષ્ફળ ગયો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા નવી કૃષિ ફસલ નીતિ જાહેર કરવામાં આવી છે જેના આધારે મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ
મોરબી જિલ્લામાં આવતી નર્મદા કેનાલમાં એક બાજુ ખેડૂતોને સિચાઈ માટે પાણી ન મળવાથી આંદોલન કરવામાં આવે છે અને બીજી બાજુ ધ્રાંગધ્રા તાલુકાનાં ગામડામાં નર્મદાનાં પાણીનો બેફામ બગાડ કરવામાં આવી રહ્યો છે ત્યારે ખેડૂતોને પૂરતું સિચાઈ માટેનું પાણી મળી રહે તે માટેની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ કરી હતી અને મોરબીના મચ્છુ -૩ સિંચાઇ યોજના હેઠળ મોરબી માળિયાના ગામોને સિંચાઇનું પાણી મળી રહે તે માટે ડેમમાથી નદીમાં પાણી છોડવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે આજે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખ જયંતીભાઈ જે. પટેલ, ધારાસભ્ય લલિતભાઈ કગથરા સહિતના હાજર રહ્યા હતા
આ તકે કોંગ્રેસનાં આગેવાનોએ કહ્યું હતું કે, ધ્રાંગધ્રા તાલુકાનાં ગામડામાં નર્મદાનાં પાણીનો બેફામ બગાડ કરવામાં આવી રહ્યો છે જેની સામે અધિકારીઓએ દ્વારા આંખા આડા કાન કરવામાં આવી રહ્યા છે જેથી માળીયાના ખેડૂતોને પાણી મળી રહ્યું નથી ત્યારે કેનાલ ઉપર એસઆરપી મૂકીને માળીયા સુધી પાણી પહોચડવાની પણ માંગ કરવામાં આવી છે અને જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું ત્યારે મુકેશભાઇ ગામી, અમુભાઈ હુંબલ, નયનભાઇ આઘારા, મહેશભાઇ પરેજિયા, કે.ડી.પડસુંબિયા, રાજુભાઇ કાવર, મહેશભાઇ રાજ્યગુરુ, ધર્મેન્દ્રભાઈ વિડ્જા, દીપકભાઈ, બળવંતભાઈ, ભૂપતભાઇ, સલિમભાઈ, હસુભાઈ, અશ્વિનભાઈ, રજનિભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા