અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન
Breaking news
Morbi Today

શું આપને ખબર છે “તીખા ગાંઠિયા” કેવી રીતે બને ?


SHARE





















શું આપને ખબર છે “તીખા ગાંઠિયા” કેવી રીતે બને ?


ગુજરાટી લોકોને નાસ્તામાં બીજું કશું જ મળે કે ન મળે પરંતુ જો ગાંઠિયા મળી જાય તો મોજે મોજ થઈ જાય છે કેમ કે, ફરસાણ તો ઘણા બધા આવે છે પરંતુ તેમાં ગાંઠિયા ખાવાની જે મજા છે તે બીજામાં હોતી નથી તે હક્કિત છે તમે ઘણી જ્ગ્યાએ તીખા ગાઠીયા ખાધા હશે પરંતુ શું તમે જાણો છો કે આ તીખા ગાંઠિયા કેવી રીતે બનાવવામાં આવે છે જો ન જાણતા હોય તો સ્વાદમા તીખા અને કડક તેલમા તળેલા તીખા ગાંઠિયા કેવી રીતે બને છે તે આજે આપને અહી જાણવા મળશે


જો આપને ચાર વ્યક્તિને થાય તેટલા ગાંઠિયા બનાવવા હોય તો દોઢ વાટકી ચણાનો લોટ, એક ચમચી અજમા, એક નાની ચમચી હળદર, એક નાની ચમચી લાલ ચટણી, એક નાની ચમચી, તીખાની ભુક્કી, ચપટી એક બેકિંગ સોડા, નિમક સ્વાદ અનુસાર, લોટ માટે બે ચમચી તેલ અને તળવા માટે જરુરીયાત મુજબ નુ તેલ અને બે વાટકા પાણી લેવાનું છે પછી એક તપેલીમા ચણાનો લોટ લેવો. તેમા ચટણી, હળદર, અજમા, તીખાની ભુક્કી, સોડા (સોડાબાય કાર્બોનેટ), તેલ અને નિમક નાખવુ  છે ત્યારબાદ તે બધી વસ્તુને સારી રીતે ભેળવી લેવાની છે અને તેમા બે વાટકા પાણી નાખીને મુલાયમ લોટ બાંધી લેવાનો છે અને પછી પાછું બે ચમચી તેલ નાખીને લોટને ટીપી લેવાનો છે પછી હાથથી ચાલે તેવુ સેવ પાડવાનુ મશીન લઈ લેવાની અને ઘરે જ ગાંઠિયા બનાવવાના છે અને કડાઇમાં સમાય તેટળ ગાઠીયા પાળી પાંચથી છ મિનિટ સુધી તેલમા રહેવા દેવાના છે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવુ જોઇએ. ત્યાર બાદ બહાર કાઢીને દસ મિનિટ ઠંડા થવા માટે રાખવાના છે પછી તમારા તીખા ગાંઠિયા તૈયાર થઈ ગયા હતા જેને તમે ચા કે ચટણીની સાથે ખાય શકો છો. અને સૌથી મહત્વની વાતએ છે કે, “બાળકોને શાળાના નાસ્તા બોક્સમાં લઈ જવા માટેનો આ બેસ્ટ ઘરે બનાવેલો નાસ્તો છે જો ઘરનો નાસ્તો ટેસ્ટી હશે તો બાળક બહારના પડીકમાં પેક વેચતા નાસ્તાને લેવાનું ટળશે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી










Latest News