મોરબી રોટરી ક્લબ દ્વારા ઇકો ફ્રેંડલી ગણપતિ બનાવવાના વર્કશોપ યોજાશે
SHARE









મોરબી રોટરી ક્લબ દ્વારા ઇકો ફ્રેંડલી ગણપતિ બનાવવાના વર્કશોપ યોજાશે
મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઇકો ફ્રેંડલી ગણપતિ બનાવવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શિલ્પકાર કમલેશભાઈ નગવાડિયા દ્વારા માટીમાંથી ગણપતિની મૂર્તિ બનાવવાનું શીખવવામાં આવશે.
મોરબીમાં રોટરી ક્લબના હોદેદારોએ જણાવ્યુ છે કે, આ વર્કશોપ તા. ૫ ને રવિવારના રોજ બપોરે ૩ થી ૬ કલાકે બોયઝ હાઈસ્કૂલ, અરુણોદય હોલ વસંત પ્લોટ મોરબી ખાતે યોજાશે જેમાં મૂર્તિ બનાવવા માટે માટી, મૂર્તિ બનાવવાના ટૂલ્સ અને વૂડન બોર્ડ સંસ્થા તરફથી આપવામાં આવશે અને ફોર્મ મેળવવા અને રજીસ્ટ્રેશન માટે બંસી શેઠ (૯૩૭૬૬ ૫૨૩૬૦), સિદ્ધાર્થભાઈ જોશી (૯૨૨૮૮ ૯૭૩૭૨) નો સંપર્ક કરવા જણાવ્યું છે અને આ વર્કશોપ માટે રજીસ્ટ્રેશન ચાર્જ ૧૫૦ રાખવામાં આવેલ છે.
મોરબીમાં કાલે સીનીયર સીટીઝન સંસ્થાની મીટીંગનું આયોજન
મોરબીમાં કાલે તા. ૫-૯ ના રોજ સીનીયર સીટીઝન મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે જે મિટિંગ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ ખાતે સવારે સવારે ૧૧-૦૦ કલાકે રાખવામા આવી છે અને આ મિટિંગમાં આવનારા તમામ લોકોને સરકારની ગાઈડ લાઇન મુજબ ફરજિયાત માસ્ક અને સેનેટાઇઝર તથા અંતર જાળવવા સંસાથના પ્રમુખ ડો. બી.કે. લહેરૂ (૯૯૧૩૨ ૨૨૨૮૩), ઉપપ્રમુખ પ્રવિણભાઇ મહેતા (૯૮૨૫૨ ૧૩૪૫૨) અને મંત્રી મહેશભાઇ ભટ્ટ (૯૯૦૯૦ ૮૧૮૧૧) દ્વારા જણાવવામાં આવ્યું છે
