મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબી સભારાવાડી પ્રા.શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાની જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી


SHARE













મોરબી સભારાવાડી પ્રા.શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાની જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

આજે ચારેબાજુથી પ્રાથમિક શિક્ષકો, પ્રાથમિક શિક્ષણ ઉપર પ્રશ્નો થઈ રહ્યા છે, શિક્ષકો તરફ આંગળીઓ ચીંધાઈ રહી છે, શિક્ષણ સાથે સાથે અન્ય શિક્ષણ સિવાયની અનેકવિધ કામગીરીઓ કરતા શિક્ષકોની નિષ્ઠા પર પ્રશ્નાર્થ થાય છે ત્યારે મોરબી તાલુકાની શ્રી સભારાવાળી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકની જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે

સામાન્ય રીતે રિશેષના સમય આરામનો હોય છે, વિદ્યાર્થીઓ રમતો રમતા હોય છે, મેદાનમાં દોડમદોડી કરતા હોય છે પણ આ શિક્ષક રિશેષના સમયનો સદ ઉપયોગ કરી વિદાર્થીઓને અવનવી શૈક્ષણિક પ્રવૃતિઓ, વૈજ્ઞાનિક સિદ્ધાંતોને આધારીત પ્રવૃત્તિઓ કરાવતા હોય છે અને બાળકો હોંશે હોંશે પ્રવૃત્તિઓ કરતા હોય છે, આમેય નિયમ છે કે સાંભળેલું ભુલાઈ જાય છે, જોયેલું થોડું થોડું યાદ રહે છે પણ જાતે કરેલું સમજાઈ જાય છેત્યારે ત્રણ વર્ષમાં વિદ્યાર્થીઓને ધોરણ ૧ થી ૮ ના જુદા જુદા તમામ વિષયોની ૭૦૦ જેટલી પ્રવૃત્તિ કરાવનાર પ્રવૃત્તિના પર્યાય અને બાળકોના પ્રિય બની ગયેલા શિક્ષક એટલે વિજયભાઈ મગનભાઈ દલસાણીયાની અહી વાત કરી રહ્યા છીએ

વિજયભાઈ મગનભાઈ દલસાણીયાએમ.એ.બીએડ., એમ.ફિલની કોલેજના પ્રાધ્યાપકની ડીગ્રી ધરાવે છે, છતાં નાના બાળકો સાથે ઓતપ્રોત બની તલ્લીન બની, વેસ્ટમાંથી બેસ્ટ, વિજ્ઞાનની પ્રવૃતિઓ, ભાષાઓની પ્રવૃતિઓ દરરોજ રિશેષમાં કરાવે છે જેનાથી બાળકોનો વાલીઓનો શાળા પ્રત્યેનો લગાવ વધ્યો છે,આવી પ્રવૃતિઓથી પ્રભાવિત થઈ ગામલોકો તરફથી શાળાને દાન પણ મળે છે,બાળકોના ગ્રાસપિંગ પાવરમાં ખુબજ વધારો થયેલો જોવા મળે છે, આ શાળાના બાળકો નવમા ધોરણમાં જયારે અન્ય શાળામાં જાય છે ત્યારે આ બાળકોની આભા કંઇક અલગ જ જોવા મળે છે, જેમની ફરતી પેન્સિલની કૃતિ નેશનલ ટોય ફેરમાં પસંદગી પામેલ હતી એ વિજયભાઈ દલસાણીયાની જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા ચોમેરથી અભિનંદન વરસી રહ્યા છે








Latest News