મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૨ બોટલ દારૂ સાથે 'સાહીલ' પકડાયો 'સાજીદ'ની શોધખોળ શરૂ


SHARE













મોરબીમાં ૧૨ બોટલ દારૂ સાથે 'સાહીલ' પકડાયો 'સાજીદ'ની શોધખોળ શરૂ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલા વીસીપરા વિસ્તારમાંથી નીકળેલ શખ્સને અટકાવીને પોલીસે તેની ઝડતી લેતાં તેના કબ્જામાંથી વિદેશી દારૂની ૧૨ બોટલ મળી આવતા ૧૨ બોટલ દારૂ સાથે હાલમાં 'સાહિલ' નામના ઇસમની ધરપકડ કરવામાં આવેલ છે અને તેણે 'સાજીદ' નામના શખ્સ પાસેથી જથ્થો મેળવ્યો હોય હવે સાજીદની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના વીસીપરા મેઈન રોડ ઉપરથી નીકળેલ સાહિદ મહંમદ લધાણી જાતે મિંયાણા (ઉમર ૨૦) રહે.લોમજીવન સોસાયટી વાવડી રોડ મોરબી વાળાને અટકાવીને તેની તલાસી લેવામાં આવતા તેના કબ્જામાંથી વિદેશી દારૂની ૧૨ બોટલ મળી આવતાં હાલમાં રૂા.૪૫૦૦ ની કિંમતની ૧૨ બોટલ દારૂ સાથે સાહિલ લધાણીની ધરપકડ કરવામાં આવેલ છે અને તેણે દારૂનો આ જથ્થો વીશીપરા સ્મશાન રોડ ઉપર સ્મશાનની નજીક રહેતા સાજીદ કાદર લધાણી જાતે મિંયાણા નામના ઈસમ પાસેથી મેળવ્યો હોવાની પોલીસને કબુલાત આપતા પોલીસે બંનેના વિરુદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો દાખલ કરીને હવે સાજીદ લધાણીની શોધખોળ હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર-૨ માં રહેતો સમીર સદાલતભાઈ અન્સારી નામનો ૨૨ વર્ષનો યુવાન મોરબીના સામેકાંઠે ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સીરામીક નજીક ગયો હતો જ્યાં પગથિયા ઉપરથી પડી જવાથી ઇજાગ્રસ્ત સમીર અન્સારીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના રહેવાસી મહેબુબભાઇ હુસેનભાઇ સુમરા નામનો ૪૭ વર્ષીય યુવાન ટ્રક લઈને મહારાષ્ટ્ર ગયો હતો ત્યાં મહારાષ્ટ્રના આમગાંવ વિસ્તારમાં ટ્રક ઉપર ચડતા સમયે દોરી તૂટી જતાં પછડાટ લાગવાથી ઈજાગ્રસ્ત થયેલા મહેબુબભાઇ સુમરાને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના જુના ઘાંટીલા ગામે રહેતો હરેશ વીરાભાઇ સનુરા નામનો ૩૨ વર્ષનો યુવાન મંદરકી રોડ ઉપરથી જતો હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઈજાઓ થતાં હરેશ સનુરાને મોરબી સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા હિરલબેન ધરમશીભાઈ સાપરા નામની અઢાર વર્ષીય યુવતી બાઈકના પાછળના ભાગે બેસીને ઘરેથી વાડીએ જતી હતી ત્યારે રસ્તામાં સ્કુલ પાસે બાઇક સ્લીપ થઇ જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાગ્રસ્ત થવાથી હિરલબેન સાપરાને અત્રેની આયુષ હોસ્પીટલે સારવારમાં લાવવામાં આવી હતી.

 




Latest News