મોરબીના ઉચી માંડલ પાસે નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા દસ વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત
મોરબીના મહેન્દ્રનગર ગામે માતાના વિચાર આવતા પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ
SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે માતાના વિચાર આવતા પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે શીતળા માં વિસ્તારની અંદર રહેતી પરિણીતાએ પોતાની જાતે ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને તેને હાલમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સરાવાર માટે ખસેડવામાં આવી છે અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામની અંદર રહેતા કિશનભાઇ સનાડિયાના પત્ની કિંજલબેન (૨૧) એ પોતાની જાતે પોતાના ઘરે હાથ વડે ચૂંદડી વડે ગળાફાસો ખાવા માટેનો પ્રયત્ન કર્યો હતો જેથી કરીને તેઓને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ જવામાં આવ્યા હતા હાલમાં આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરેલ છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પરિણીતાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો છે અને તેને તેની માતા એકલા રહેતા હોય તેનો વિચાર આવતો હોય અને તે વિચારમાં જ ગુસ્સો આવી જતા તેણે ગળાફાંસો ખાઇને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો હાલમાં પરિણીતાની સારવાર ચાલી રહી છે અને બનાવની બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
જુગારી પકડાયા
મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતિયાપરામાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ મહિલા સહિત પાંચ શખ્સો જાહેરમાં જુગાર રમતા મળ્યા હતા જેથી કરીને પોલીસે હાલમાં બટુકભાઇ હીરાભાઈ ચાવડા, દિનેશભાઇ લધુભાઈ ચાવડા, જેતુનબેન ફહૈદરભાઇ જેડા, ભાનુબેન બટુકભાઈ ચાવડા અને ગીતાબેન દિનેશભાઇ ચાવડાની ધરપકડ કરી તેઓની પાસેથી ૧૮૦૦ રૂપિયા રોકડા કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
