મોરબીમાં ૧૨ બોટલ દારૂ સાથે 'સાહીલ' પકડાયો 'સાજીદ'ની શોધખોળ શરૂ
મોરબી આઈ.ટી.આઈ. ખાતે ઇન્ડસ્ટ્રીઝ માંગ તેમજ હેલ્થ સેક્ટર ના ટૂંકાગાળાના કોર્સ શરૂ કરાયા
SHARE
મોરબી આઈ.ટી.આઈ. ખાતે ઇન્ડસ્ટ્રીઝ માંગ તેમજ હેલ્થ સેક્ટર ના ટૂંકાગાળાના કોર્સ શરૂ કરાયા
ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ મિશનના માધ્યમથી,શ્રમ અને રોજગાર વિભાગ, નિયામકશ્રી રોજગાર અને તાલીમ હેઠળની સરકારી આઈ.ટી.આઈ. મોરબી ખાતે National Skill Qualification Framework (NSQF) કક્ષાના ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારીત અને કોવીડ-૧૯ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા આરોગ્ય સેક્ટરના ટુંકાગાળાના વ્યવસાય તા.૦૧/૧૦/૨૦૨૧ થી શરુ કરવામાં આવશે.
આઈ.ટી.આઈ.મોરબી ખાતે શરુ કરવાના થતા વ્યવસાય ગ્લેઝીંગ ઓપરેટર ( સિરામિક ) માં પ્રવેશ મેળવવા માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ – ૫ પાસ છે. તથા વ્યવસાયનો સમય ગાળો ૨૫૦ કલાક છે. અને જનરલ ડ્યુટી આસીસ્ટન્ટમાં પ્રવેશ મેળવવા માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ છે. તથા વ્યવસાયનો સમય ગાળો ૪૨૦ કલાક છે. આઈ.ટી.આઈ.મોરબી ખાતે ઉપરોક્ત કોર્ષમા પ્રવેશ મેળવવવા માટે ઓનલાઇન ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે જાહેર રજાના દિવસ સિવાય ૧૦:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમ્યાન આઈ.ટી.આઈ. મોરબીનો રૂબરૂ સંપર્ક કરવો.ઉમેદવાર NSQF શોર્ટ ટર્મ કોર્ષ અંગેની માહિતી તેમજ વિગતો GSDM પોર્ટલ ની વેબસાઇટ http://skill.gujarat.gov.in પરથી પણ મેળવી શકશે.ઉમેદવારે ઉપર મુજબના વ્યવસાયોમાં તાલીમ મેળવવા માટે ટ્યુશન ફી માસિક માત્ર રૂ. ૫૦ તથા પરીક્ષા ફી રૂ. ૫૦ ભરવાની રહેશે. જેમાં SC/ST/BPL/PH તેમજ મહિલા ઉમેદવારો માટે ટ્યુશન ફી નિશુલ્ક નિયત કરવામાં આવેલ છે. આઈ.ટી.આઈ. મોરબી ખાતે હાલ ઓફલાઈન ફોર્મ ભરવાની પ્રકિયા શરૂ કરવામાં આવેલ છે.જેમાં રજીસ્ટ્રેશન કરવા માટે ઉમેદવારે પોતાના શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર, છેલ્લું ધોરણ પાસ કર્યાની માર્કશીટ, એસ.એસ.સી/એચ.એસ.સી માર્કશીટ, જાતીનુ પ્રમાણપત્ર, BPL કાર્ડ (જો લાગુ પડતું હોય તો), આધારકાર્ડ,શાળાનું આઈ કાર્ડ/ ચૂંટણીકાર્ડ જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે લાવવાની રહેશે. તેમજ વધુ માહિતી માટે ૯૭૭૩૦૩૮૫૪૧,૮૩૨૦૧૬૯૫૯૯ નંબર પર સંપર્ક કરવો જે ઉમેદવારો ટુકા સમયમાં રોજગારી/સ્વરોજગારી મેળવવા ઈચ્છુક છે તેઓને ઉપરોક્ત વ્યવસાયોમાં તાલીમ લેવા આચાર્યશ્રી આઈ.ટી.આઈ. મોરબી દ્વારા અનુરોધ કરવામા આવે છે.