અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન
Breaking news
Morbi Today

મોરબીમાં લૂંટ અને રાયોટિંગના ગુનામાં કુલ મળીને સાત આરોપીની ધરપકડ


SHARE





















મોરબીમાં લૂંટ અને રાયોટિંગના ગુનામાં કુલ મળીને સાત આરોપીની ધરપકડ

મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગરમાં યુવાન આફ્રિકા હતો ત્યારે તેની પાસેથી મોબાઈલ મંગાવ્યો હતો જે બાબતે બોલાચાલી થઈ હતી તેનું સમાધાન કરવા માટે યુવાન સહિતનાને બોલાવ્યા હતા ત્યારે યુવાનને ધમકાવીને મોબાઈલ અને રોકડા મળીને ૩૧૫૦૦ ના મુદામાલની લૂંટ કરવામાં આવી હતી અને સામાપક્ષેથી પણ છ શખ્સોની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે લૂંટ અને રાયોટિંગની ફરિયાદ લઈને હાલમાં આ બંને ગુનામાં કુલ મળીને સાત આરોપીઓને ઝડપી લીધા છે

શનાળા બાયપાસ પાસે આવેલ ખોજા પાર્ક સોસાયટીમાં રહેતા ઓમાનભાઇ અશરફભાઇ ધારાણી જાતે ખોજા (ઉ.૨૧)એ સલમાન ઉમેદભાઇ ધારાણી, સાગરભાઇ નવઘણભાઇ ભરવાડ, ડેનીશ મિસ્ત્રી, શાહરૂખભાઇ ચાનીયા અને આશીફભાઇ મોવર રહે. બધા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેને આરોપી સલમાન ઉમેદભાઇ ધારાણી તથા સાગરભાઇ નવઘણભાઇ ભરવાડએ ધમકાવીને I-PHON XS મોબાઇલ જેની કિંમત ૩૦૦૦૦ તથા રોકડ ૧૫૦૦ ની લુંટ કરી હતી અને બાદ આરોપી સાગરભાઇ નવઘણભાઇ ભરવાડ, ડેનીશ મિસ્ત્રી, શાહરૂખભાઇ ચાનીયા અને આશીફભાઇ મોવરએ ફરીયાદીના ઘર પાસે જઇ છરી દેખાડી ફરીયાદ નહી કરવા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને હાલમાં આ ગુનામાં આરોપી સાગરભાઇ નવઘણભાઇ મુંધવા જાતે ભરવાડ (૨૨) રહે લાયન્સનગર મોરબી અને ડેનીશ કિશનભાઈ કાથેરીયા જાતે મિસ્ત્રી (૨૧) રહે, શિવ સોસાયટી, રવાપર રોડ કાલિકા પ્લોટ મોરબી વાળાની ધરપકડ કરેલ છે

તો સામાપક્ષેથી સોઓરડી વરીયા મંદીર પાછળ વાળા શાહરૂખભાઇ હનીફભાઇ ચાનીયા જાતે સંધી (ઉ.૨૦)એ નવઘણભાઇ મોહનભાઇ બાંભવા, ઓમાનભાઇ અશરફભાઇ ધારાણી, કિશનભાઇ રમેશભાઇ અજાણા, વીપુલભાઇ ધારાભાઇ અજાણા, ભરતભાઇ આબલીયા અને પોપટ મેર ઉર્ફે પી.કે. રહે. બધા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને લખાવ્યું હતું કે, તેના મિત્ર સાગર નવઘણભાઇ ભરવાડએ આરોપી ઓમાનભાઇ અશરફભાઇ ધારાણી આફ્રીકા હોય ત્યારે મોબાઇલ મંગાવેલ હતો જે આરોપી ઓમાનભાઇ અશરફભાઇ ધારાણીએ મોબાઇલ નહી લાવતા સાહેદ સાગરભાઇએ આરોપી ઓમાનભાઇ અશરફભાઇ ધારાણી સાથે બોલાચાલી કરી ઝઘડો કરેલ હતો જેનુ સમાધાન કરવા આરોપી નવઘણભાઇ મોહનભાઇ બાંભવાએ તેઓને બોલાવતા ફરીયાદી તથા સાહેદો સમાધાન માટે ગયા હતા ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઇ જઇને લોખંડના પાઇપ, લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી પોલીસે આઇ.પી.સી કલમ-૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી

હાલમાં ઓમાનભાઇ અશરફભાઇ ધારાણી જાતે ખોજા (૨૧) રહે. ખોજા સોસાયટી, કિશનભાઇ રમેશભાઇ અજાણા જાતે રબારી (૨૧) રહે. હાઉસિંગ બોર્ડ મોરબી, વીપુલભાઇ ધારાભાઇ અજાણા જાતે રબારી (૨૨) રહે. તુલસી પાર્ક કંડલા બાયપાસ મૂળ ગજડી, ભરતભાઇ ભીમશીભાઈ આબલીયા જાતે આહીર (૨૭) રહે. તુલસી પાર્ક કંડલા બાયપાસ મૂળ ખજૂરીયા જામખાંભડિયા અને પોપટ ઉર્ફે પી.કે. કેશવભાઈ દાસા જાતે મેર (૩૦) રહે, તુલસી પાર્ક કંડલા બાયપાસ વાળાની ડી સ્ટાફના પીએસઆઈ એસ.એમ. રાણા દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે










Latest News