મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબી અને માળીયામાં જુગારની બે રેડ: ૧૦ જુગારી પકડાયા


SHARE

















મોરબી અને માળીયામાં જુગારની બે રેડ: ૧૦ જુગારી પકડાયા

માળીયાના બગસરા ગામે તેમજ મોરબીના ખત્રીવાડ વાણીયા શેરીમાં જુગારની બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૦ જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૪૬૬૫૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

માળીયાના બગસરા ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સુખાભાઇ દેવાભાઇ સોમાણી, બાબુભાઇ ટપુભાઇ સોમાણી, પ્રેમજીભાઇ લક્ષ્મણભાઇ વાઘેલા, મણીલાલભાઇ વશરામભાઇ વાધડીયા અને રહીમભાઇ દાઉદભાઇ ધોના જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેની પાસેથી પોલીસે રોકડા ૩૪૩૮૦ કબ્જે કર્યા હતા જો કે, પોલીસને જોઈને બે આરોપી નાશી ગયા હતા જેથી હિરાભાઇ રવાભાઇ મોરવાડીયા રહે બગસરા અને અબ્બાસભાઇ સીદીકભાઇ બુચડ રહે વવાણીયા વાળાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી જુગાર

મોરબી ખત્રીવાડ વડવાણીયા શેરીમાં આરોપીઓ જાહેરમા જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેથી ત્યાં રેડ કરતાં પોલીસે રોકડા રૂપિયા ૧૨૨૭૦ ના મુદામાલ સાથે રમેશભાઇ મનહરલાલ સોલંકી, સુરેશભાઇ હરીલાલભાઇ રાણપરા, મનહરભાઇ નાનજીભાઇ પઢીયાર, લાલજીભાઇ ભાણજીભાઇ સોલંકી અને આશીફભાઇ દીલવારભાઇ પઠાણની ધરપકડ કરેલ છે




Latest News