મોરબીના રવાપર ગામે એસિડ પી ગયેલ નવોઢા બેભાન હાલતમાં સારવારમાં મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત મોરબી નજીક કારખાનાની કોલોનીમાં ફાંસો ખાઈને યુવાનનો આપઘાત: બીમારી સબબ આધેડનું સારવારમાં મોત મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતી ત્રણ મહિલા સહિત છ જુગારી ઝડપાયા


SHARE











વાંકાનેરના મેસરીયા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતી ત્રણ મહિલા સહિત છ જુગારી ઝડપાયા

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ મહિલા સહિત કુલ મળીને છ જુગારીઓ ત્યાંથી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે જુગાર રમતા શખ્સો પાસેથી ૩૫૪૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા ગોપાલભાઈ છગનભાઈ રાઠોડના કબજા ભોગવટાવાળા ખેતરની ઓરડીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા ગોપાલભાઈ છગનભાઈ રાઠોડ રહે. મેસરીયા, રાજુભાઈ કરસનભાઈ ધોરીયા રહે. સરોડી તાલુકો થાન, લખમણભાઇ ધીરુભાઈ કુમખાણિયા રહે. રામપરા તાલુકો થાન, મધુબેન દિનેશભાઈ પંચાળા રહે. સોલવન્ટ કોઠારીયા નારાયણનગર રાજકોટ, ગીતાબેન મેરકુભાઈ ધાંધલ રહે. દોલતપરા ટાંકા પાસે જુનાગઢ અને ભાવનાબેન ઉર્ફે અંજલીબેન માધાભાઈ રાઠોડ રહે. દોલતપરા ટાંકા વાળી શેરી જુનાગઢ વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તમામ જુગારીઓને પકડીને તેની પાસેથી રોકડા રૂપિયા ૩૫૪૦૦ કબજે કર્યા હતા અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News