મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં પી.એમ. પોષણ યોજના અંતર્ગત તાલુકા કક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ


SHARE





મોરબીમાં પી.એમ. પોષણ યોજના અંતર્ગત તાલુકા કક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ

મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ. પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય ? વધુમાં વધુ વિદ્યાર્થીઓ મધ્યાહ્નન ભોજનનો લાભ લે તેમજ હાલમાં ભોજનમાં બાજરાનો ઉપયોગ ખુબજ ઓછો થઈ ગયો છે ત્યારે બાજરાનો ઉપયોગ લોકો વધુને વધુ કરે અને એમડીએમમાં પણ બાજરાનો ઉપયોગ કરીને કેવી કેવી વાનગી બનાવી શકાય ? એ માટે મામલતદાર કચેરી, મધ્યાહ્નન ભોજન શાખા દ્વારા અત્રેની માધાપરવાડી કન્યા શાળા ખાતે પી.એમ.પોષણ અંતર્ગત શાળાઓમાં ચાલતા મધ્યાહ્નન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે કુકિંગ કોમ્પિટિશમાં બાજરાના લોટમાંથી બનાવેલ મુઠીયા, ચમચમીયા, વઘારેલો રોટલો, વડા, વગેરે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી અને કુલ ૬ નિર્ણાયકોએ તમામ સ્પર્ધકોની વનગીઓનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કુલ ૬૦૦ માર્કમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર નક્કી કરવામાં આવ્યા હતા પ્રથમ ક્રમે મિત્તલબેન રાધુરા લૂંટાવદર શાળાને ૫૦૦૦ રૂપિયા, દ્વિતીય ક્રમે હર્ષદભાઈ ઉંતવડીયા માધાપરવાળીને ૩૦૦૦ રૂપિયા અને તૃતીય ક્રમે મીનાબેન માંકડિયાને ૨૦૦૦ રૂપિયાના ચેક એનાયત કરવામાં આવ્યા હતા આ  સ્પર્ધામાં એચ.આર. સાંચલા, મયુરીબેન ઉપાધ્યાય, વર્ષાબેન સોલંકી, શૈલેષભાઈ કાલરીયા, ચિરાગભાઈ આદ્રોજા, કાળુભાઇ વી.પરમાર, વગેરે હાજર રહ્યા હતા અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ નિર્ણાયક તરીકે તમામ વનગીઓનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું હતું આગામી તા.૨૮ ને શનિવારના રોજ જિલ્લાકક્ષાની સ્પર્ધા પણ માધાપરવાડી કન્યા શાળા ખાતે યોજાશે જેમાં તમામ તાલુકાઓમાંથી પ્રથમ અને દ્વિતીય નંબર વિજેતા બનેલા સ્પર્ધકો ભાગ લેશે.




Latest News