મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની ફરતે રીંગ રોડ, મચ્છુ નદી ઉપર ચાર બેઠા પુલ કરવા વિહિપના આગેવાનની સીએમને સૂચન


SHARE











મોરબીની ફરતે રીંગ રોડ, મચ્છુ નદી ઉપર ચાર બેઠા પુલ કરવા વિહિપના આગેવાનની સીએમને સૂચન

મોરબીમાં ટ્રાફીક સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે ટ્રાફીક સમસ્યા ઉકેલવા માટે મોરબીના સામાજીક કાર્યકર અને વિહિપના આગેવાનએ સીએમને રજુઆત કરી છે અને મોરબી ફરતે રીંગ રોડ, મચ્છુ નદી ઉપર ચાર નવા બેઠા પુલ બનાવવા માટે સૂચન કર્યું છે

મોરબીમાં રહેતા સામાજીક કાર્યકર અને વિહિપના આગેવાન હસમુખભાઈ ગઢવીએ ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે સીએમને રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના ઔદ્યોગીક વિકાસને ધ્યાને રાખીને ફરતે રીંગ રોડ બને તો ભારે વાહનોને શહેરમાં આવવાનું જ ન રહે અને બારોબાર તેની નીકળી જશે આવી જ રીતે મચ્છુ નદી ઉપર ચાર સ્થળે બેઠા પુલ કરવામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થાય તેમ છે જેમાં જુના સ્મશાનથી ઉમા ટાઉનશીપ, કાલીકા ઘાટથી મહાપ્રભુજીની બેઠક, રામઘાટથી સામાકાંઠે ન્યુ પેલેસ રોડ અને ભડીયાદ રોડથી લીલાપર રોડનો સમાવેશ થાય છે અને નગરપાલીકા-જીલ્લા પંચાયત હસ્તકનાં રોડ-રસ્તાના પ્રોજેકટ વહેલી તકે પૂરા કરવા તેમજ નટરાજ ફાટક, ઉમીયા સર્કલ, કુબેરનગર પાસે નવલખી ફાટક પાસે ઓવરબ્રીજ બનાવાની પણ માંગ કરી છે.

મોરબીથી જેત૫૨ અને મોરબીથી હળવદ ફોરલેનનું કામ મંજૂર કરી દેવામાં આવ્યું છે જો કે, આ કામ વહેલી તકે ચાલુ થાય, છેલ્લા ઘણા વર્ષોથી જુના ઓવરબ્રીજનાં કામ ચાલે છે તે વહેલી તકે પૂરા કરવામાં આવે, ગામોને જોડતાં ગાડા માર્ગ વહેલી તકે આર.સી.સી. બનાવવાનું પણ સૂચન કર્યું છે મોરબીથી રાજય સરકારને ટેકસ બહોળા પ્રમાણમાં આપવામ આવે છે. ત્યારે લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે વહેલી તકે હાલમાં કરવામાં આવેલ સૂચનનું અમલીકરણ કરવામાં આવે તે જરૂરી છે 




Latest News