ઓક્સફર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછા બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના માણાબા ગામના પાટીયા પાસે કારખાનામાં ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા આધેડ સારવારમાં


SHARE





માળીયા (મી)ના માણાબા ગામના પાટીયા પાસે કારખાનામાં ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા આધેડ સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના માણાબા ગામના પાટીયા પાસે આવેલ કારખાનામાં પહેલા માળેથી નીચે પટકાતા ઈજા પામેલા આધેડને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા છે અને હાલમાં આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની હોસ્પિટલ મારફતે કવાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના માણાબા ગામના પાટીયા પાસે આવેલ નવકાર કંપનીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા સીમસીંગ જીદીયાભાઈ બારૈયા (ઉંમર ૫૦) કારખાને કવાર્ટર પાસે હતા ત્યારે ત્યાં પહેલા માળેથી નીચે પડી જતા તેઓને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને આધેડને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ ગયા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અને હોસ્પિટલ મારફતે અકસ્માતમાં આ બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના નેસડા ગામે રહેતા શંકરભાઈ માંગીલાલ ગુર્જર (૩૦) અને પ્રભુલાલ મોતીલાલ ગુર્જર (૪૦) ને ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વિશાલ ફર્નિચર પાસેથી મકનસર ગામે રહેતા રતનબેન નારણભાઈ રાઠોડ (૪૫) પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓને વાહન અકસ્માતમાં બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને રતનબેન રાઠોડને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા

મોરબી શહેરના વજેપર વિસ્તારમાં રહેતા નિલેશભાઈ જયેશભાઈ મકવાણા (૨૨)ને વીસીપરા વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો તેમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News