મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં યદુનંદન ગૌશાળા નજીક  સાયકલમાંથી પડી જતાં ઇજા પામેલા બાળકનું સારવારમાં મોત


SHARE





મોરબીમાં યદુનંદન ગૌશાળા નજીક  સાયકલમાંથી પડી જતાં ઇજા પામેલા બાળકનું સારવારમાં મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી યદુનંદન ગૌશાળા નજીક મચ્છુ નદી પાસે સાયકલ ઉપરથી પડી જતા બાળકને ઇજા થઈ હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાધનપુર લઈને ગયા હતા અને ત્યાં સારવાર માટે અમદાવાદ લઈને આવ્યા હતા ત્યાં બાળકનું મોત નિપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ કચ્છ જિલ્લાના કાનમેર ગામના રહેવાસી બાબુભાઈ ભરવાડનો ૧૪ વર્ષનો દીકરો ધવલ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી યદુનંદન ગૌશાળા પાસે મચ્છુ નદી નજીક સાયકલ ઉપરથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેને શરીરે ઇજા થઈ હોવાથી અહીંયા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાધનપુરની મિત ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાર બાદ વધુ સારવાર માટે તેને જનતા હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા તેમ છતાં પણ બાળકને ફેર ન પડતાં તેને સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે બાળકનું મોત નિપજ્યું હતું જેથી કરીને અમદાવાદની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મૃત્યુના આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા કિશોરભાઈ દેવરાજભાઈ ફેફર (૪૩) મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઈજા થવાથી કિશોરભાઈને પ્રાથમિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જવામાં આવેલ છે હાલમાં અકસ્માતના બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એન્ટિક સિરામિક નજીક કેનાલ પાસે બાઈક સ્લીપ થયું હતું જેથી કરીને વિનોદરાય ભવનભાઈ વડારીયા (૬૦) રહે. ઉમા ટાઉનશીપ મોરબી વાળાને ઇજા થઈ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસ અકસ્માતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News