મોરબીમાં બુઢાબાવા શેરીના નાકે ખંઢેર મકાનમાંથી ૬૬ બોટલ દારૂ સાથે ત્રણ બુટલેગર પકડાયા
મોરબી એસઓજીના સ્ટાફે હાથ બનાવટની જામગરી બંધુક સાથે એકને દબોચ્યો
SHARE
મોરબી એસઓજીના સ્ટાફે હાથ બનાવટની જામગરી બંધુક સાથે એકને દબોચ્યો
મોરબી એસઓજીના સ્ટાફને મળેલ બાતમીના આધારે એસઓજીના સ્ટાફે આમરણ ગામ નજીક બેલાના રસ્તેથી નીકળેલ શખ્સને અટકાવ્યો હતો અને તેની પાસેથી દેશી હાથ બનાવટની સિંગલ બેરલની જામગરી બંદૂક મળી આવતા આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધીને તેની ઇશમની ધરપકડ કરવામાં આવી હતી.
મોરબી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ એસઓજીના સ્ટાફને મળેલ બાતમીના આધારે સ્ટાફે મોરબી તાલુકાના આમરણ ગામે બેલા જવાના રસ્તે કમઢના બેઠા પુલ પાસેથી નીકળેલ સબીર અકબરભાઈ બુખારી જાતે સૈયદ (ઉમર ૨૪) ધંધો ખેતી રહે.આમરણ કોળી વાસ વાણીયા શેરી પાણીના ટાંકાની બાજુમાં તા.જી.મોરબીને અટકાવ્યો હતો અને તેની પાસેથી કોઈપણ જાતના લાયસન્સ કે પરવાના વગર જ તેના કબ્જામાંથી દેશી હાથ બનાવટની સિંગલ બેરલવાળી જામગરી બંધુક મળી આવતા રૂપિયા ૧૫૦૦ ની કિંમતની બંદૂક સાથે સબીર અકબર બુખારીને રાઉન્ડઅપ કરવામાં આવ્યો હતો અને તેની સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હાલ આગળની કાર્યવાહી અર્થે તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે.
મહિલા સારવારમાં
મોરબીના જુના બસ સ્ટેશન પાસે આવેલ ઈદ મસ્જિદ નજીક રહેતા રૂકસારબેન મોહસીનભાઈ મોવર નામની ૨૫ વર્ષીય મહિલાને તેના ઘેર પતિ દ્વારા માર મારવામાં આવતા સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવી હતી જેથી બનાવ અંગે હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફૂલતરીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.તેમજ સુરેન્દ્રનગરના ધાંગધ્રા પાસે આવેલ કુડા ગામના રહેવાથી સોનલબેન કરમણભાઈ ઝાપડા નામની ૨૮ વર્ષીય મહિલા કોઈ કારણોસર તેના ઘેર ઝેરી દવા પી જતા તેણીને બેભાન હાલતમાં અહીંની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈએ પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે ધાંગધ્રા પોલીસને જાણ કરી હતી.
વ્યાજખોરોના ત્રાસથી ફીનાઈલ પી લેતા સારવારમાં
મોરબીના પંચાસર રોડ ઉપર રહેતો રહીમ હસનભાઈ માડકીયા નામનો ૩૮ વર્ષનો યુવાન તેના ઘેર ફિનાઈલ પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવેલ હોય એ ડિવિઝન પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરતા પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતુ કે નાણા ધીરનાર લોકોના ત્રાસથી કંટાળીને રહીમે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું..!