મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રેપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી નજીકના પીપળી ગામે તળાવમાં ડૂબી જતા અજાણી મહિલા સારવારમાં


SHARE













મોરબી નજીકના પીપળી ગામે તળાવમાં ડૂબી જતા અજાણી મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા જેતપર રોડ ઉપર પીપળી ગામે જીઇબીના પાવર સ્ટેશનની સામે આવેલા તળાવમાં ડૂબી જવાથી અજાણી મહીલાને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના જે.જે.ડાંગરે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.હાલ તળાવમાં ડૂબી ગયેલી અને સારવારમાં ખસેડાયેલ અજાણી મહિલાની ઓળખ મેળવવા માટે પોલીસે આગળની તજવીજ શરૂ કરી છે. જ્યારે મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવતા ચીખલી ગામે થયેલ મારામારીના બનાવમાં ચતુરભાઈ ઓઘાભાઈ સુરેલા (૬૦) અને સવજીભાઈ ચતુરભાઈ સુરેલા (૨૫) નામના પિતા-પુત્રને ઈજાઓ થતાં બંનેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયા હતા બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એચ.યુ.ગોહિલે પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે માળીયા પોલીસને જાણ કરતાં માળીયા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના હળવદ તાલુકામાં આવતા ચરાડવા ગામે રહેતા કંચનબેન ઘનશ્યામભાઈ સોનગ્રા નામના ૬૦ વર્ષીય વૃદ્ધા પોતાના ઘર નજીક હતા ત્યાં કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા કંચનબેન સોનગ્રાને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબી તાલુકાના પંચાસર ગામે શિવનગર વિસ્તારમાં રહેતા વાલજીભાઈ લવજીભાઈ રૂપાલા નામના ૫૬ વર્ષીય આધેડે પોતાના બાઈકમાં વાડીએથી પરત ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા થયેલ અકસ્માત બનાવમાં વાલજીભાઈ રૂપાલાને ઇજાઓ થતા તેમને અત્રેની ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયા હતા.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News