મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં નવલખી ફાટક પાસે રિક્ષાને અજાણ્યા વાહને હડફેટે લેતા છ લોકો ઈજાગ્રસ્ત


SHARE











મોરબીમાં નવલખી ફાટક પાસે રિક્ષાને અજાણ્યા વાહને હડફેટે લેતા છ લોકો ઈજાગ્રસ્ત

મોરબીના નવલખી ફાટક પાસેથી પસાર થતી રિક્ષાને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા છ લોકોને ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતા.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નવલખી ફાટક નજીક આવેલ હોટલ "સન્ની પાજી દા ધાબા" પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રિક્ષાને પાછળના ભાગેથી કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા દયાબેન ભરતભાઇ મકવાણા (૨૭), મમતાબેન ચંદુભાઇ પરમાર (૩૫), ચંદુ વેરશીભાઇ પરમાર (૩૬), અંજલીબેન ચંદુભાઇ પરમાર (૧૨), મંજુબેન ચંદુભાઇ પરમાર (૩૫) અને ભરત નાનજીભાઇ મકવાણા (૩૫) રહે.બધા ટંકારા વાળાઓને ઇજાઓ થતા મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.ત્યાંથી મંજુબેન ચંદુભાઈ પરમારને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે.મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતાએ બનાવની આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસે બાઈક સાથે બાઇક અથડાવાનો બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારીમાં જઈ રહેલા ઘનશ્યામ ભુપતભાઈ ચારોલીયા અને યસ ભગવાનજીભાઈ રહે.બંને મોરબી વાળાઓને ઇજાઓ થતા બંનેને સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયા હતા.

આધેડ રાજકોટ ખસેડાયા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ મનહર સોસાયટીમાં રહેતા ખેંગારભાઈ મૂળજીભાઈ ઉભડીયા નામના પચાસ વર્ષીય આધેડ પોતાના પરિવારના અન્ય સભ્યોની સાથે લીલાપર ચોકડી નજીક ઊભા હતા ત્યારે તા.૫ ના વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા ખેંગારભાઈને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈ જવાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. મોરબી તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં યુવાનને ઇજા

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતો રવિ વિનુભાઈ સંઘાણી નામનો ૧૮ વર્ષનો યુવાન તા.૫ ના રોજ બપોરે દોઢેક વાગ્યાના અરસામાં હળવદના દેવળીયા ગામે હતો ત્યાં થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ થતા રવિભાઈ સંઘાણીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારા તાલુકાના સજજનપર ગામે રહેતા બીજલભાઈ દલાભાઈ હઠીલા નામના ૧૯ વર્ષીય મજુર યુવાને કોઈ કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં તેને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News