મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર પાસે ટ્રક ચાલકે માલધારી અને ઢોરને હડફેટે લીધા: એક પાડીનું મોત


SHARE











મોરબીના ત્રાજપર પાસે ટ્રક ચાલકે માલધારી અને ઢોરને હડફેટે લીધા: એક પાડીનું મોત

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારની અંદર જવાના રસ્તા ઉપર નાલા પાસેથી માલધારી પોતાના માલઢોરને લઈને પસાર થતા હતા ત્યારે ટ્રક ચાલકે પોતાની ટ્રકના સ્ટેયરીંગનો કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને તેના માલધારી, બાઇક અને એક પાડીને અડફેટે લીધી હતી જેથી કરીને ઇજા થતા પાડીનું મોત નીપજ્યું છે જોકે માલધારીને ઇજા થતાં તેને સારવાર માટે લઇ ગયા હતા અને હાલમાં માલધારીએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી મહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર શેરી નંબર -૮ ની અંદર રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા જયેશભાઈ દેવાભાઈ ગોલતર જાતે ભરવાડ (ઉંમર ૩૪) પોતાના માલઢોરને લઈને ત્રાજપર ખારી જવાના રસ્તા પાસે આવેલા નાલા નજીકથી પસાર થતા હતા ત્યારે તેઓનું બાઇક નંબર જીજે ૩૬ ક્યુ ૫૬૫૭ દોરીને લઇ જતા હતા અને તેની સાથે ભેંસોને પણ ચલાવી જતા હતા ત્યારે પાછળથી આવેલી ટ્રક નંબર જીજે ૧૮ એટી ૯૦૬૯ ના ચાલકે પોતાના સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તેણે માલધારી જયેશભાઈ તેમજ તેના બાઈક અને ભેંસોને અડફેટે લીધી હતી જેમાં ઈજા થવાના કારણે એક પાડીનું મોત નીપજ્યું છે જોકે માલધારી જયેશભાઇને પણ ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હાલમાં જયેશભાઇએ ટ્રક ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News