મોરબીના ત્રાજપર પાસે ટ્રક ચાલકે માલધારી અને ઢોરને હડફેટે લીધા: એક પાડીનું મોત
મોરબીની ગાંધી સોસાયટી પાસે મફતીયાપરામાં એઠવાળ નાખવા બાબતે બે પરિવાર બાખડ્યા : સામસામી ફરિયાદ
SHARE
મોરબીની ગાંધી સોસાયટી પાસે મફતીયાપરામાં એઠવાળ નાખવા બાબતે બે પરિવાર બાખડ્યા : સામસામી ફરિયાદ
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નજરબાગ પાસે ગાંધી સોસાયટીના મફતીયાપરામાં રહેતા બે પરિવારો વચ્ચે એઠવાળ નાખવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો.જે સંદર્ભે હાલમાં બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેને તજવીજ શરૂ કરે છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના સમા વિસ્તારમાં નજરબાગ પાસે આવેલ ગાંધી સોસાયટીના મફતીયા પરામાં રહેતા હિતેશભાઈ પ્રેમજીભાઈ બોસીયા (૨૨) એ હાલમાં નટવરભાઇ હમીરભાઈ સોલંકીની સામે ફરિયાદ નોંધાવી છે જેમા તેને જણાવ્યું છે કે તેના ઘરની બહાર જાહેરમાં રોડ ઉપર નટવરભાઈના પરિવારના લોકો રસોઈનો એઠવાળ અને પાણી દોડતા હોવાથી તે બાબતે તે સમજાવવા માટે ગયા હતા ત્યારે આરોપી ઉશ્કેરાઇ ગયા હતા અને બેફામ ગાળો બોલી અને ઝઘડો કર્યો હતો અને ઝપાઝપી કરી હતી ત્યારે નટવરભાઈએ તેના હાથમાં રહેલ ઈંટ હિતેશભાઇને માથામાં ફટકારી હતી જેથી કરીને તેઓને ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં પોલીસે હિતેશભાઈની ફરિયાદ લઈને નટવરભાઇની સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
તો સામાપક્ષેથી નટવરભાઈ હમીરભાઇ સોલંકીએ હાલમાં હિતેશભાઈ પ્રેમજીભાઈની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના ઘરની પાસે હિતેશભાઈના ઘરેથી મુરઘી મટનનો કચરો નાખતા હોવાથી તે બાબતે તેઓ તેને સમજાવવા માટે જતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેને બેફામ ગાળો આપી ઝઘડો કરીને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને તેઓને ઇજાઓ થતાં નટવરભાઇને સારવાર લઇ ગયા હતા અને હાલમાં તેઓએ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”