મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી યાર્ડમાં ખેડૂતના રીંગણાં, દૂધી, કારેલા ૧ રૂપિયે કિલો ! : માર્કેટમાં કિલોનો ૧૦ થી ૩૦ સુધી ભાવ લેતા વેપારીઓ ?!


SHARE







મોરબી યાર્ડમાં ખેડૂતના રીંગણાં, દૂધી, કારેલા ૧ રૂપિયે કિલો ! : માર્કેટમાં કિલોનો ૧૦ થી ૩૦ સુધી ભાવ લેતા વેપારીઓ ?!

મોરબી માર્કેટ યાર્ડ જન્માષ્ટમીના તહેવારના લીધે થોડા દિવસો બંધ હતું અને હાલમાં માર્કેટ યાર્ડ પુનઃ ધમધમતું થયું છે જો કે, ખેડૂતો રીંગણાં, દૂધી, કરેલા, મરચાં, ગુવાર સહિતના પાકની જણસી લઈને યાર્ડમાં વેચવા માટે આવે છે ત્યારે માર્કેટ યાર્ડમાં એક થી લઈને પાંચ રૂપિયા સુધી કિલોના ભાવે તેનો માલ વેચાઈ છે જો કે, તે જ માલ માર્કેટમાં ૧૦ થી લઈને ૩૦ રૂપિયા કિલોના ભાવેથી વેચતો હોય છે આમાં મજૂરી કરનારા ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી અને ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડે છે જો કે, ખેડૂતો પાસેથી પાણીના ભાવે શાકભાજી લઈને વેપારીઓ આજની તારીખે પણ પૂરતો નફો લઈ રહ્યા છે તે હક્કિત છે

વર્તમાન સમયમાં ખેડૂતો લોહી પાણી એક કરીને પરસેવો પાડીને પોતાના ખેતરની અંદર રીંગણા, દૂધી, કારેલા, મરચાં, ટામેટા, કાકડી સહિતના જુદા જુદા પાક લેતા હોય છે અને જ્યારે પાકને ઉતારે અને પછી તેને માર્કેટયાર્ડમાં વેચવા માટે લઈને આવે છે ત્યારે તેનો માલ પાણીના ભાવે વેચવામાં આવે છે જેથી કરીને ખેડૂતોને પોતાની મજુરી છૂટે તેટલા પૈસા તો દૂરની વાત છે પરંતુ તે પોતાનો માલ જે વાહનની અંદર ભરીને આવે છે તે વાહનનું ભાડું પણ છૂટતું નથી તેઓ ઘાટ સર્જાય છે અને ખેડૂતોના કહેવા પ્રમાણે જે કોઈ માલ વાહનમાં ભરીને આવે છે તે એક કિલોના બે રૂપિયા લેખે તો માલ લઈ આવવા માટેનું ભાડું આપવામાં આવે છે જો કે, રીંગણા, કારેલા, દૂધી સહિતના શાકભાજી હાલમાં મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક રૂપિયા કિલોના ભાવથી વેચી રહ્યા છે !

મોરબી પંથકમાં શાકભાજીનું વાવેતર કરનારા ખેડૂતોની આંખમાંથી આંસુ પડતા હોય તેવો ઘાટ ઘણી જગ્યાએ જોવા મળતો હોય છે અને ખેડૂતો હાલમાં અત્યંત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે એક બાજુ તેમના ખેતરની અંદર મબલક પ્રમાણમાં માલ છે અને બીજી બાજુ શાક બકાલાની ડિમાન્ડ ઓછી હોવાના કારણે હાલમાં ખેડૂતોને તેમના પાકનો પુરતો ભાવ મળતો નથી અને પાણીના ભાવે માર્કેટયાર્ડની અંદર તેમનો માલ વેચતા હોય છે જો કે ખેડૂતો પાસેથી માલને પાણીને ભાવે લીધા બાદ જ્યારે શાક માર્કેટની અંદર અથવા તો શેરીમાં લારીઓ ભરીને માલ પહોંચે છે ત્યારે તેનો અનેક ગણો વધુ ભાવ ગ્રાહકો પાસેથી વસૂલ કરવામાં આવે છે

એટલે કે માર્કેટિંગ યાર્ડમાં જે માલનું એક, બે કે પાંચ રૂપિયાના ભાવમાં વેચાણ કરવામાં આવે છે તે માર્કેટની અંદર દસથી ત્રીસ રૂપિયા કિલોના ભાવેથી માલ વેચાઈ છે જેમાં દૂધની એક રૂપિયા કિલો યાર્ડમાં હતી જો કે, માર્કેટમાં તે દૂધીને ૨૦ રૂપિયાના ભાવે વેચાઈ છે આવી જ રીતે રીંગણાં એક રૂપિયે કિલો છે જો કે, માર્કેટમાં ૧૦ રૂપિયાના ભાવે વેચવામાં આવે છે આમાં ખેડૂતોનો માલ લઈ લીધા બાદ તે અનેક ગણો ભાવ વધુ લઈને માર્કેટમાં ગ્રાહકો વેચવામાં આવે છે એટલે કે, ખેડૂતોને તેના માલનું પૂરતું વળતર મળતું નથી અને વેપારીઓને બખ્ખાં થઈ જાય છે

મોરબી યાર્ડમાં માલ વેચવા માટે આવેલા ખેડૂત રાજુભાઇ, શૈલેષભાઈ, અને લાલજીભાઈ  અરજણભાઇ સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, શાકભાજીનું વાવેતર કર્યું હોય ત્યારે માર્કેટમાં ઊંચા ભાવ હોય છે અને જયારે પાક આવે છે ત્યારે અચાનક જ માર્કેટમાં તેના ભાવ ઘટી જાય છે જેથી કરીને માલને યાર્ડ સુધી લાવીને તેમાં ભાડા ચડાવવાના બદલે ઘણા ખેડૂતો તો સીધું જ બકાલું ઢોરને ચરવા માટે મૂકી દેતા હોય છે આથવ તો પાંજરાપોળમાં શાકભાજીના ઢગલા કરીને દેતા હોય છે ત્યારે ખેડૂતોને તેના માલનો પૂરો ભાવ મળે તેવી વ્યવસ્થા થવી જોઈએ નહિ તો આગામી દિવસોમા ખેડૂતોની મુશ્કેલી હજુ વધશે તે નિશ્ચિત છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News