મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રેપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર પાસે ટ્રક ચાલકે માલધારી અને ઢોરને હડફેટે લીધા: એક પાડીનું મોત


SHARE













મોરબીના ત્રાજપર પાસે ટ્રક ચાલકે માલધારી અને ઢોરને હડફેટે લીધા: એક પાડીનું મોત

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારની અંદર જવાના રસ્તા ઉપર નાલા પાસેથી માલધારી પોતાના માલઢોરને લઈને પસાર થતા હતા ત્યારે ટ્રક ચાલકે પોતાની ટ્રકના સ્ટેયરીંગનો કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને તેના માલધારીબાઇક અને એક પાડીને અડફેટે લીધી હતી જેથી કરીને ઇજા થતા પાડીનું મોત નીપજ્યું છે જોકે માલધારીને ઇજા થતાં તેને સારવાર માટે લઇ ગયા હતા અને હાલમાં માલધારીએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી મહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર શેરી નંબર -૮ ની અંદર રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા જયેશભાઈ દેવાભાઈ ગોલતર જાતે ભરવાડ (ઉંમર ૩૪) પોતાના માલઢોરને લઈને ત્રાજપર ખારી જવાના રસ્તા પાસે આવેલા નાલા નજીકથી પસાર થતા હતા ત્યારે તેઓનું બાઇક નંબર જીજે ૩૬ ક્યુ ૫૬૫૭ દોરીને લઇ જતા હતા અને તેની સાથે ભેંસોને પણ ચલાવી જતા હતા ત્યારે પાછળથી આવેલી ટ્રક નંબર જીજે ૧૮ એટી ૯૦૬૯ ના ચાલકે પોતાના સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તેણે માલધારી જયેશભાઈ તેમજ તેના બાઈક અને ભેંસોને અડફેટે લીધી હતી જેમાં ઈજા થવાના કારણે એક પાડીનું મોત નીપજ્યું છે જોકે માલધારી જયેશભાઇને પણ ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હાલમાં જયેશભાઇએ ટ્રક ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News