મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે અકસ્માતગ્રસ્ત કારની સાત ટકા વ્યાજ સાથે માલિકને રકમ અપાવી


SHARE





મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે અકસ્માતગ્રસ્ત કારની સાત ટકા વ્યાજ સાથે માલિકને રકમ અપાવી

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા મોરબીના રહેવાસી સાગરભાઇ ગંગારામભાઇ દલસાણીયાએ પોતાની કારનો ફુલ વીમો આઇસીઆઇસીઆઇ જનરલ ઇન્સ્યુરન્સમાંથી લીધો હતો તે ગાડીને અકસ્માત થતાં મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી અને ગાડીની મુળ કિંમત ૬,૯૭,૯૪૮ હતી. 

ત્યારે વીમા કંપનીએ જણાવ્યુ હતું કે, અકસ્માતમાં ડ્રાઇવરને કોઇપણ જાતની ઇજા થયેલ નથી તેથી વીમો મળે નહીં પરંતુ નામદાર ગ્રાહક અદાલતે કહયું કે, સેફટી ફીચરને કારણે ડ્રાઇવરને લાગેલ નહીં અને ગ્રાહકે વીમો લીધો છે તેનું પ્રીમીયમ ભરેલ છે માટે વીમા કંપનીએ ગ્રાહકની ગાડીની કિંમત ૬,૯૭,૯૪૮ રૂપિયા કેઇસ દાખલ કર્યો છે ત્યારથી એટ્લે કે તા.૧૯-૧૦-૨૦૧૯ થી સાત ટકાના વ્યાજ સાથે તેમજ ગ્રાહકને પાંચ હજાર રૂપિયા ખર્ચના ચુકવવાનો આઇસીઆઇસી જનરલ ઇન્સ્યુરન્સ કંપનીને આદેશ કરેલ છે. અને ગ્રાહકે પોતાના હકક અને હિત માટે લડવુ જોઇએ તેમજ કોઈ ગ્રાહકોને કોઇ પણ જગ્યાએ છેતરપીંડી થાય તો મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે




Latest News