વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

રાજસ્થાનના અજમેરમાંથી યુવતીનું અપહરણ કરનાર આરોપી ભોગ બનનાર સાથે મોરબીમાંથી ઝડપાયો


SHARE













રાજસ્થાનના અજમેરમાંથી યુવતીનું અપહરણ કરનાર આરોપી ભોગ બનનાર સાથે મોરબીમાંથી ઝડપાયો

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળીયા હાઇવે ઉપર આવેલ જનકપુરી પાસે રાજસ્થાનના અજમેરમાંથી યુવતીનું અપહરણ કરનાર શખ્સ અને હબઓગ બનેલ યુવતી હોવાની બાતમી રાજસ્થાન પોલીસને મળી હતી જેથી કરીને રાજસ્થાન પોલીસ મોરબી આવી હતી અને સ્થાનિક પોલીસને સાથે રાખીને ત્યાંથી આઇપીસી કલમ ૩૬૩ ના ગુનામાં આરોપીને ઝડપી લીધેલ છે અને તેનો રાજસ્થાન પોલીસે કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજસ્થાનના અજમેર જિલ્લામાંથી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ત્યાં આઈપીસી કલમ ૩૬૩ મુજબ ગુનો નોંધાયો હતો અને પોલીસ દ્વારા આરોપીને પકડવા અને યુવતીને શોધવા માટે થઈને કવાયત કરવામાં આવી રહી હતી દરમિયાન આરોપી અને ભોગ બનેલ યુવતી બંને મોરબી હોવાની માહિતી રાજસ્થાન પોલીસને ટેકનિકલ માધ્યમથી મળી હતી જેથી કરીને રાજસ્થાન પોલીસ મોરબી આવી હતી અને સ્થાનિક પોલીસને સાથે રાખીને મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ જનકપુરી પાસેથી આરોપી દિનેશ શ્રવણકુમાર રાવત રહે. રજીયા કોલોની મદનગંજ અજમેર વાળાની ધરપકડ કરેલ છે અને ભોગ બનેલ યુવતી પણ ત્યાંથી મળી આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરમાં બેઠા પુલ ઉપરથી પસાર થઈ રહેલ દાહોદના રહેવાસી અજય મદનભાઈ (ઉંમર ૨૪) નામના યુવાનને રિક્ષા ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને અજયને હાથે પગે ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતો નવીનભાઈ ગૌતમભાઈ જાદવ (ઉંમર ૨૧) આજે વહેલી સવારે પાંચ વાગ્યે પોતાનું બાઈક લઈને પીપળીયા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા પ્રવીણભાઈ સોલંકીની દીકરી પાયલબેન (૧૬) બાઈકમાં પાછળના ભાગે બેસીને ગામ પાસેથી પસાર થતી હતી ત્યારે બાઈકમાંથી કોઈ કારણસર તે નીચે પડી જતા તેને ઇજા પામેલા સગીરાને સારવાર માટે આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અકસ્માતમાં બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી






Latest News