મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસેથી દારૂની ૩૭૮૦ બોટલ મળવાના ગુનામાં રાજકોટના કુખ્યાત બુટલેગર ફિરોજ મેણુ રિમાન્ડ ઉપર


SHARE











મોરબીના બેલા પાસેથી દારૂની ૩૭૮૦ બોટલ મળવાના ગુનામાં રાજકોટના કુખ્યાત બુટલેગર ફિરોજ મેણુ રિમાન્ડ ઉપર

રાજકોટના કુખ્યાત બુટલેગરની એલસીબીની ટીમે મોરબી તાલુકાનાં બેલા ગામ પાસે આવેલ ગોડાઉનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તે ગુનામાં ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આગામી તા ૬ સુધીના તેના રિમાન્ડ મંજૂર કરલે છે અને દારૂના નેટવર્કમાં તેની સાથે બીજા કોણ કોણ સંડોવાયેલ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે 

રાજકોટના દિવાનપરા મેઇન રોડ ઉપર નીલકંઠ પાર્કની બાજુમાં ખ્વાજા એપાર્ટમેન્ટમાં રહેતો રાજકોટનો કુખ્યાત બુટલેગર ફિરોજ હાસમભાઇ મેણુ (૪૨) થોડા સમય પહેલા ટંકારા તાલુકાના સરાયા ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક પિસ્તોલ અને ચાર જીવતા કાર્ટિસ સાથે મળી આવ્યો હતો જેથી તેની ત્યારે ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી દસ હજાર રૂપિયાની કિંમતમાં મોબાઈલ ફોન૧૦ હજારની કિંમતનું હથિયાર અને ૪૦૦ રૂપિયાની કિંમતના કાર્ટિસ આમ કુલ મળીને ૨૧,૪૦૦ નો મુદામાલ કબજે કરેલ હતો આ ગુનામાં તે જામીન મુક્ત થતાની સાથે જ મોરબી એલસીબી પોલીસે તેની ધરપકડ મોરબીના બેલા ગામની સીમમાં આવેલ સાંઇ ઇન્ડસ્ટ્રીમાં પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-૨ વાળા ગોડાઉનમાં થોડા સમય પહેલા રેડ કરી હતી ત્યારે ગોડાઉનમાંથી  દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૩૭૮૦ બોટલો જેની કિંમત ૧૫,૧૯,૩૨૦ અને મહીન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ ગાડી નં જીજે ૨૫ યુ ૯૮૨૬ જેની કિંમત ૫,૦૦,૦૦૦ આમ કુલ મળીને ૨૦,૧૯,૩૨૦ નો મુદામાલ મળી આવ્યો હતો અને આ માલ ફિરોજભાઇ હાસમભાઇ મેણુનો હોવાનું સામે આવ્યું હતું જેથી આ ગુનામાં તેને પકડવાનો બાકી હતો જેથી કરીને પોલીસે ફિરોજ મેણુની આ ગુનામાં ધરપકડ કરી હતી અને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના આગામી તા ૬ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી કરીને પોલીસે ફિરોજ મેણુની સાથે દારૂના નેટવર્કમાં બીજા કોણ કોણ  સંડોવાયેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે 






Latest News