લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડીએ દુકાન ધરાવતા વેપારી પાસેથી માલના પૈસા વસુલવા ચાર શખ્સોએ દુકાનદાર સહિત વ્યક્તિને ધોકા વડે માર માર્યો


SHARE





વાંકાનેરની ઢુવા ચોકડીએ દુકાન ધરાવતા વેપારી પાસેથી માલના પૈસા વસુલવા ચાર શખ્સોએ દુકાનદાર સહિત વ્યક્તિને ધોકા વડે માર માર્યો

વાંકાનેરની ઢુવા ચોકડી નજીક કપડાની દુકાન ધરાવતા વેપારીએ મોરબીમાંથી કપડાના માલની ખરીદી કરી હતી અને તેના રૂપિયા આપવાના બાકી હતા જે બાબતનો ખાસ રાખીને ચાર શખ્સો તેની દુકાનમાં આવ્યા હતા અને ત્યાં આવીને ગાળો આપી હતી અને ત્યારબાદ ઢીકાપાટુનો માર માર્યો હતો અને દુકાનદારને તેમજ અન્ય એક વ્યક્તિને લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ વેપારી યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સો ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ નાનીવાવડી ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે ભવાની ચેમ્બરમાં ભાડાની રૂમમાં રહેતા ગીરીશભાઈ મેઘરાજભાઈ મોહિનાણી જાતે સિંધી લોહાણા (31)એ દીપકભાઈ સતવારા, દિપેશભાઈ સતવારા, દશરથભાઈ સતવારા રહે. ત્રણેય મોરબી અને એક અજાણ્યો વ્યક્તિ આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેરની ઢુવા ચોકડી પાસે તેની જય અંબે સિલેક્શન નામની કપડાની દુકાન આવેલ છે અને તેણે આરોપી દીપકભાઇ સતવારા પાસેથી અગાઉ 40,000 રૂપિયાની કિંમતના કપડાના માલની ખરીદી કરી હતી જેના રૂપિયા આપવાના બાકી હતા જે બાબતનું મન દુઃખ રાખીને રૂપિયા લેવા માટે ચારેય શખ્સો તેની દુકાને આવ્યા હતા અને દુકાનમાં પ્રવેશ કરી ગીરીશભાઈ ને ગાળો આપી હતી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ ગીરીશભાઈ અને સાહેદ મોહનભાઈ પ્રકાશભાઈ રજકને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. જેથી કરીને ઈજા પામેલા દુકાનદાર સહિતના બંને વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દુકાનદારે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂની ભઠ્ઠી

હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમામાં બ્રાહ્મણી ડેમ ની વચ્ચેના ભાગે પોલીસે પાળા નજીક દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો કુલ મળીને 600 લીટર આખો તથા 240 લિટર તૈયાર દેશી દારૂ અને ગેસનો બાટલો, ગેસની નળી, ગેસનું રેગ્યુલેટર તેમજ અન્ય મુદ્દા માલ તથા દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હુડકુ આમ કુલ મળીને 27,500 ની કિંમત નો મુદ્દા માલ કબજે કરેલ છે અને આ દેશી દારૂનો જથ્થો તથા મુદ્દા માલ અશ્વિનભાઈ ઉર્ફે ભોપો ચંદુભાઈ ખાંભડીયા અને બળદેવભાઈ ઉર્ફે મુન્નો બાબુભાઈ ઝિંઝવાડીયા રહે બંને સુંદરગઢ વાળાનો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News