લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજમાં પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન યોજાઇ


SHARE





મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજમાં પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન યોજાઇ

G-20 ઇન્ડિયાની પ્રેસિડન્સી અંતર્ગત એજ્યુકેશન વિભાગદ્વારા કોલેજ લેવલે અલગ અલગ કાર્યક્રમ કરવાની માહિતી પુસ્તિકાના આધારે લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ મોરબીદ્વારા પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન યોજાઇ હતી. જેમાં G-20 કન્ટ્રીઝ કલ્ચર, અર્બન ડેવલપમેન્ટ અને ટુરીઝમ ઇન ઇન્ડિયાના જેવા વિષયો લેવામાં આવ્યા હતા. જેની અંદર સંસ્થાના દરેક વિદ્યાર્થીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કોમ્પિટિશનના અંતે રેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ટીમ A (શુભમ ગોહેલ, અંકિત કોળી, ધ્રુવ ચૌહાણ અને  કેવલ આહિર) અને ટીમ B (વત્સલ જોશી, વૈશ્વિક પંડ્યા, મયુર રાઠોડ) બંન્ને ટીમને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ ઇવેન્ટનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. બી. એન. સુથાર સર , G-20ના નોડલ ઓફિસર તરીકે ડૉ.માયાબેન વાધવાની અને સંસ્થાના જીમખાનાના વાઇસ પ્રેસિડેન્ટ એન. એમ.ભટ્ટની ટીમે  તેમજ અન્ય સ્ટાફ મેમ્બર અને વિદ્યાર્થીઓએ મળીને કર્યુ હતું.




Latest News