મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલાશે: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ
Breaking news
Morbi Today

મોરબીના કાલિકા પ્લોટમાં પોલીસે લાકડાના બોક્ષમાંથી ૧૨૦ બિયરના ટીન કબજે કર્યા: ચાર શખ્સોની શોધખોળ


SHARE







મોરબીના કાલિકા પ્લોટમાં પોલીસે લાકડાના બોક્ષમાંથી ૧૨૦ બિયરના ટીન કબજે કર્યા: ચાર શખ્સોની શોધખોળ

મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં ચંદુભાઈ ડેપો વાળાની શેરીમાં લાકડાના બોક્સની હેરાફેરી ચાર શખ્સો દ્વારા કરવામાં આવતી હતી ત્યારે પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી દરમિયાન તે શખ્સો લાકડાની પેટી ત્યાં છોડીને નાસી ગયા હતા જેથી પંચની હાજરીમાં લાકડાની પેટીને ખોલવામાં આવતા તેમાંથી બિયરના ૧૨૦ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૨ હજાર રૂપિયાની કિંમતનો બીયરનો જથ્થો કબજે કરેલ છે અને બિયરનો જથ્થો છોડીને નાશી ગયેલા ચારેય શખ્સોની ઓળખ થઈ ગયેલ છે જેથી તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી ડી-સ્ટાફની ટીમ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાં ચંદુભાઈ ડેપો વાળાની શેરીમાં ચાર શખ્સો દ્વારા લાકડાની પેટીની હેરાફેરી કરવામાં આવતી હતી અને પોલીસને જોઈને આ શખ્સો ત્યાં લાકડાની પેટી છોડીને નાસી ગયા હતા જેથી કરીને પોલીસે પંચની હાજરી માટે લાકડાની પેટીને ખોલતા તેમાંથી બિયરના ૧૨૦ ટીમ મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૨ હજાર રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કરેલ છે અને સ્થળ ઉપર બિયરનો જથ્થો છોડીને નાસી છૂટેલા ચારે શખ્સોની ઓળખ થઈ ગયેલ હોય હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભુપેન્દ્રભાઈ ઉર્ફે ભુપત જયસુખભાઈ વાઘેલા, અમિતભાઈ મોહનભાઈ ગજરા અને ધીરેન દિનેશભાઈ ચાવડા રહે. ત્રણેય વજેપર અને પરવેજ દાઉદભાઈ ચાનીયા રહે કબારી ટેકરી વાળા હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે તેની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બે બોટલ દારૂ
મોરબી શહેરના શનાળા રોડ ઉપર કન્યા છાત્રાલય પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧૦૦૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરીને ચેતનભાઇ જગદીશભાઈ પરમાર જાતે મોચી (૩૫) રહે. માધાપર શેરી નં-૧૨ વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News