લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ક્રિષ્ના હાર્ડવેરના પ્રદિપ બોખાણીએ પાકીટ મૂળ માલિકને પરત કર્યુ


SHARE





મોરબીના ક્રિષ્ના હાર્ડવેરના પ્રદિપ બોખાણીએ ખોવાયેલ પાકીટ મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું

આજના આધુનિક યુગમાં ચીટર ચોર ટોળકી દ્વારા લોકો ના ગુંજા હળવા કરી છેતરપિંડી કરવાના કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે. ત્યારે આજની આ કારમી મોંઘવારીમાં હજુ માનવતા જીવિત હોય તેવી ઘટના મોરબીમાં પ્રકાશમાં આવી છે. સામાન્ય પરિવારના યુવાનનું આજે રોકડ રૂપિયા સાથે મહત્વના ડોક્યુમેન્ટ્સ સાથેનું પાકીટ ક્રિષ્ના હાર્ડવેરના માલિકને મળી આવ્યું હતું જે મૂળમાલિકને પરત કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મોરબીના નવલખી રોડ પાછળ લાયન્સ નગર મેઈન રોડ પર ક્રિષ્ના હાર્ડવેર નામની દુકાન ધરાવતા પ્રદિપભાઈ રમેશભાઈ બોખાણીને આજે સવારે રોડ પરથી પાકીટ મળી આવ્યું હતું. જે પાકીટમાં રોકડ રકમ સાથે મહત્વના ડોક્યુમેન્ટ હોય જેથી ડોક્યુમેન્ટના આધારે તપાસ કરી પાકીટ મોરબીના ભીમરાવનગરમાં સન રાઈઝ પાર્ક સામે વીસીપરામાં રહેતા અશોકભાઈ જીવરાજભાઈ પરમારનું હોય તેમનો સંપર્ક કરી અશોકભાઈને પાકીટ હાથો હાથ આપીને પોતાની માનવતા અને એક ઉદારણ પુરૂ પાડ્યુ કે પૈસાની કોઇ ઇજત નથી જે કાંઇ છે તે સંસ્કાર અને પોતાના લોહીના ગુણ હતા કે પ્રદિપભાઈ બોખાણી જેવા વ્યક્તિ એ સામાન્ય મધ્યમ વર્ગના હોવા છતાં પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડી અન્ય માટે પ્રેરણારૂપ બન્યાં છે, એ વાતને કોઈ શંકાને સ્થાન નથી.




Latest News