મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામ પાસેથી ૨૦ બોટલ દારૂ સાથે એક પકડાયો, બેની શોધખોળ


SHARE













મોરબીના રવાપર ગામ પાસેથી ૨૦ બોટલ દારૂ સાથે એક પકડાયો, બેની શોધખોળ

મોરબીના રવાપર ગામ નજીક ક્રિષ્ના સ્કૂલની સામેથી એકટીવા પસાર થઈ રહ્યું હતું જેને રોકીને પોલીસે ચેક કરતા એકટીવા ચાલક પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને દારૂની ૨૦ બોટલો મળી આવી હતી જેથી કરીને ૯૬૦૦ના દારૂ સહિત ૨૯૬૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને બે શખ્સોના નામ સામે આવ્યા છે જેથી કરીને પોલીસે તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ ક્રિષ્ના સ્કૂલ નજીકથી એક્ટિવા નંબર જીજે ૩ બીએમ ૫૪૮૦ પસાર થઈ રહ્યું હતું ત્યારે activa ચાલકને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૨૦ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૯૬૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને ૨૦ હજાર રૂપિયાની કિંમતનું વાહન કબજે કર્યું હતું આમ કુલ મળીને ૨૯૬૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે અજય ઉર્ફે કિશન રમેશભાઈ ગોહેલ જાતે ઓડ (૨૭) રહે. રવાપર ગામ રામજી મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રિયાઝ હનીફભાઈ ચાનીયા રહે. કાલિકા પ્લોટ તથા હાજી મુસાભાઇ ખુરેશી રહે. કબીર ટેકરી મોરબી વાળાના નામ સામે આવ્યા હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

એક બોટલ દારૂ

મોરબીના આલાપ રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે કમલેશભાઈ ગોરધનભાઈ દેત્રોજા જાતે પટેલ (૫૯) રહે. રવાપર રોડ સારથી એપાર્ટમેન્ટ માણેક સોસાયટી ફ્લેટ નંબર ૩૦૧ મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News