મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

મોરબીથી રાજકોટ સાળીના ઘરે લગ્ન પ્રસંગમાં જઇ રહેલા જીજાજીને રસ્તામાં કાળનો ભેટો


SHARE







મોરબીથી રાજકોટ સાળીના ઘરે લગ્ન પ્રસંગમાં જઇ રહેલા જીજાજીને રસ્તામાં કાળનો ભેટો

મોરબીથી રાજકોટ સાળીના ઘરે લગ્ન પ્રસંગમાં જઈ રહેલા જીજાજીનો ટંકારા નજીક અકસ્માત થયો હતો જેમાં તેને ગંભીર ઈજા થવાથી તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનની પત્નીએ હાલમાં છકડો રિક્ષાના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર આવેલ આગેચાણીયા વાડીમાં રહેતા ગૌરીબેન ધનજીભાઈ અગેચાણીયા જાતે કોળી (૩૬) એ હાલમાં છકડો રીક્ષા નંબર જીજે ૩ વી ૬૧૯૩ ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ તેમની દીકરીઓ સાથે રાજકોટ ખાતે તેની બહેનના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને તેના પતિ બીજા દિવસે આવવાના હોય સવારે દસેક વાગ્યે તેઓએ તેના પતિ ધનજીભાઈને ફોન કર્યો હતો ત્યારે ધનજીભાઈ જણાવ્યું હતું કે, હું ઘરેથી બાઈક લઈને રાજકોટ આવવા માટે નીકળું છું અને ત્યારબાદ લગભગ બારેક વાગ્યાના અરસામાં તેના પતિના ફોન ઉપરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમની સાથે ફોનમાં વાત કરી હતી અને જણાવ્યું હતું કે ટંકારા પાસે ધનજીભાઇનું એક્સિડન્ટ થયેલ છે જેથી તેને ૧૦૮ મારફતે સારવારમાં મોરબી ખસેડવામાં આવ્યા છે અને આ અંગેની જાણ થતાની સાથે ફરિયાદી ગૌરીબેન તેઓના ભત્રીજા રાહુલ સાથે રાજકોટથી મોરબી આવવા નીકળ્યા હતા અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તેઓના પતિ ધનજીભાઈ અરજણભાઈ અગેચાણીયા સારવાર હેઠળ હતા અને વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જવાનું કહેવામાં આવ્યું હતું જેથી એમ્બ્યુલન્સમાં ગૌરીબેન તેના પતિને રાજકોટ સારવાર માટે લઈ જતા હતા ત્યારે ટંકારા નજીક આવેલ ધ્રુવનગર ગામ પાસે ચાલુ સારવારે તેના પતિનું મોત નિપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતક યુવાનના પત્ની ગૌરીબેન અગેચાણીયા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે છકડો રીક્ષાના ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News