મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ચકમપર ગામે સરપંચ સહિત બે શ્ખ્સોએ વૃદ્ધને માર માર્યો


SHARE













મોરબીના ચકમપર ગામે સરપંચ સહિત બે શ્ખ્સોએ વૃદ્ધને માર માર્યો

મોરબી તાલુકા ચકમપર ગામે રહેતા વૃદ્ધ તેના વાડામા હતા ત્યારે ગામના સરપંચ અને અન્ય એક શખ્સ આવ્યો હતો અને તેઓના ખેતર તરફ જતી પાણીની લાઇનનો એરવલવ તેને તોડ્યો છે તેવું કહીને માર માર્યો હતો જેથી વૃધ્ધે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા ચકમપર ગામે રહેતા જેન્તિભાઇ ભીખાભાઇ દારોદ્રા જાતે કોળી (ઉ.૬૨)એ ચકમપર ગામના સરપંચ પરસોતમભાઇ ગાંડુભાઇ કાલરીયા તથા એક અજાણ્યો માણસ આમ કુલ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૩/૭/૨૦૨૧ ના બપોરના દોઢેક વાગ્યાના અરસામા ચકમપર(જી.) ગામની સીમમા તેઓના વાડામા હતા ત્યારે તેના વાડાની જમીનમાથી આરોપી પરસોતમભાઇ ગાંડુભાઇ કાલરીયાની વાડીનો એરવાલ નીકળતો હોય જે તુટી જતા ફરીયાદીએ તે એરવલવ તોડેલ છે તેમ કહી આરોપી પરસોતમભાઇ ગાંડુભાઇ કાલરીયાએ તેને વાસામા લોખંડનો સળિયો મારી તથા બીજા આરોપીએ વાસામા પાવડાનો હાથો મારી મુંઢ ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને પોલીસે વૃધ્ધની ફરિયાદ લઈને આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News