મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

વાંકાનેર અને હળવદમાં દારૂની બે રેડ : 35,460 ના દારૂ-બિયર સાથે મહિલા સહિત બે આરોપી પકડાયા


SHARE













વાંકાનેર અને હળવદમાં દારૂની બે રેડ : 35,460 ના દારૂ-બિયર સાથે મહિલા સહિત બે આરોપી પકડાયા

મોરબી જિલ્લાના હળવદ અને વાંકાનેરમાં જુદી જુદી બે જગ્યા ઉપર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે બંને સ્થળ ઉપરથી કુલ મળીને પોલીસ દ્વારા 35,460 ની કિંમત નો દારૂ બિયરનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે અને મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરવામાં આવી હોય હાલમાં સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે ગુના દાખલ કરીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવવાની જાણવા મળતી વિગત મુજબ હળવદ માં પંચમુખી ઢોરામાં ઘંટીની પાછળ રહેણાંક મકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સલમાબેન ઉર્ફે સોનુના ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 23 બોટલો મળી આવી હોય પોલીસે 7,360 ની કિંમતની દારૂની બોટલો સાથે સલમાબેન ઉર્ફે સોનું આશિફભાઈ મીર જાતે સિપાહી મુસ્લિમ (45) ની ધરપકડ કરી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી હાથ ધરી છે વાંકાનેર નજીક લીંબાળાની ધાર પાસે બંધ પડેલ કેબીનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની 72 બોટલો તથા બિયરના 11 ટીન મળી આવ્યા હોય પોલીસે કુલ મળીને 28,100 ની કિંમત નો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને ઇમરાનભાઈ ઈબ્રાહીમભાઇ પઠાણ જાતે મુસ્લિમ (38) રહે ચંદ્રપુર ગામ ગેલેક્સી સોસાયટી વાંકાનેર વાળા ની ધરપકડ કરેલ છે.






Latest News