મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરના બીજા માળેથી નીચે પડતા બાળકનું મોત


SHARE







વાંકાનેર નજીક સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરના બીજા માળેથી નીચે પડતા બાળકનું મોત

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં લેબર ક્વાર્ટરના બીજા માળેથી રમતા રમતા છ વર્ષનું બાળક નીચે પડ્યું હતું જેથી કરીને તેને ઈજા થઈ હોવાથી હોસ્પિટલને લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ રોસા સીરામીક કારખાનામાં કામ કરતાં અને ત્યાં લેબર કવાર્રમાં રહેતા ખુરશીંગ વસુનીયા નો છ વર્ષનો દીકરો કાર્તિક લેબર કવાર્ટરના બીજા માળે રમતો હતો ત્યારે રમતા રમતા તે બીજા માળેથી નીચે પટકાયો હતો જેથી કરીને કાર્તિકને ઈજાઓ થઈ હોવાથી તેને હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News