મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણના ત્રીજા વેવને અટકાવવા ગ્રામસભાઓનું આયોજન
ટંકારા ખાતે ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિતે સ્પર્ધા યોજાઈ
SHARE
ટંકારા ખાતે ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિતે સ્પર્ધા યોજાઈ
રાષ્ટ્રીય શાયર, પ્રખર સાહિત્યકાર,સ્વાતંત્ર્ય સેનાની એવા ઝવેરચંદ મેઘાણીજીની ૧૨૫મી જન્મ જયંતિ વર્ષ નિમિતે શિક્ષણ વિભાગ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી અને મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારા દ્વારા આયોજિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની ટંકારા તાલુકા કક્ષાની ઝવેરચંદ મેઘાણી રચિત કૃતિઓ શૌર્ય ગીત,ભજન અને લોકગીત સ્પર્ધા ટંકારા મુકામે એમ.પી.દોશી વિદ્યાલય ખાતે યોજાઈ હતી જેમાં ટંકારા તાલુકાની ૧૪ શાળાઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં પ્રથમક્રમે કડીવાર ધ્રુવી ધર્મેન્દ્રભાઈ (આર્ય વિદ્યાલય ટંકારા), દ્વિતીયક્રમે ત્રિવેદી દિયા તુષારભાઈ (નવયુગ વિદ્યાલય વિરપર), તૃતીયક્રમે ઝાલા નેહલબા જયરાજસિંહ (ન્યૂ વિઝન સ્કૂલ ટંકારા), વિજેતા જાહેર થયા હતા, તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું, વિજેતા પ્રથમ ત્રણ સ્પર્ધક આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ ભાગ લેશે આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે શ્રી ભાવેશભાઈ સંઘાણી-આચાર્ય છતર પ્રાથમિક શાળા, ભાર્ગવભાઈ દવે તથા દેવેનભાઈ વ્યાસ -સંગીત વિસારદઓએ સેવાઓ આપી હતી આ કાર્યક્રમનું સંચાલન સંકુલ કન્વીનર આર.પી.મેરજાએ કર્યું હતું અને ભાવેશભાઈ ભાલોડિયા ઉપસ્થિત રહી તમામ સ્પર્ધકોને શુભેચ્છાઓ અને અભિનંદન આપ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંકુલના સહ કન્વીનર દિલીપભાઈ બારૈયા, હરેશભાઈ ભાલોડિયા, એમ.પી.દોશી હાઈસ્કૂલના આચાર્ય વી.એ.ખાંભલાએ જહેમત ઉઠાવી હતી.