મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

તું કિશન અને તેના મિત્રો સાથે રહીશ તો તને પૂરો કરી નાખશું: મોરબીમાં યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો


SHARE







તું કિશન અને તેના મિત્રો સાથે રહીશ તો તને પૂરો કરી નાખશું: મોરબીમાં યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઘુટુ રોડ ઉપર આવેલ વિસામાની મેલડી મંદિર પાસે ઉભેલ યુવાન અને તેના મિત્રોને મારવા માટે ચાર શખ્સો લાકડીના ધોકા લઈને આવતા હતા જેથી કરીને યુવાન અને તેના મિત્રો ભાગવા ગયા હતા ત્યારે યુવાનને પગના ભાગે લાકડી મારી હતી જેથી તે પડી ગયો હતો અને ત્યારબાદ તેને માથા અને શરીરે લાકડી વડે માર માર્યો હતો અને “તું કિશન અને તેના મિત્રો સાથે રહીશ તો તને પૂરો કરી નાખશું” તેવી ધમકી આપી હતી જેથી હાલમાં યુવાને સારવાર લીધા બાદ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ત્રાજપર ચોરાવાડી શેરીમાં રહેતા દીપક રમેશભાઈ સનુરા જાતે કોળી (૨૫) નામના યુવાને હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઉગાભાઇ જગુભાઈ અદગામા અને વિઠ્ઠલભાઈ જીવણભાઈ અદગામા તેમજ અન્ય શખ્સ આમ કુલ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તે પોતાના ઘરેથી શાકભાજી લેવા માટે ત્રાજપર ખારી તરફ જતો હતો ત્યારે રસ્તામાં ત્રાજપર ચોકડીથી આગળના ભાગમાં આવેલ વિસામાની મેલડી મંદિર પાસે તેનો મિત્ર કિશન રાજેશભાઈ દુદકિયા અને તેના મિત્રો ઉભા હતા ત્યારે તે પણ ત્યાં ઉભો રહ્યો હતો દરમિયાન વિઠ્ઠલભાઈ જીવણભાઈ અદગામા અને ઉગાભાઇ જગુભાઈ અદગામા તેમજ બે અજાણ્યા શખ્સો આમ ચાર શખ્સો હાથમાં લાકડી લઈને તેઓની તરફ આવી રહ્યા હતા જેથી તેના મિત્રો ત્યાંથી ભાગવા લાગ્યા હતા અને ત્યાં બાજુમાં આવેલ અનિલ કારખાનાની દિવાલ કૂદીને તે લોકો ભાગી ગયા હતા ત્યારે ફરિયાદી યુવાન પાછળ રહી જતા તેને સાથળના ભાગે લાકડી મારી હતી અને ત્યારબાદ વિઠ્ઠલભાઈએ તેને હાથે, માથામાં તેમજ કપાળના ભાગે લાકડી વડે માર માર્યો હતો અને અન્ય બે શખ્સોએ ત્યાં આવીને તેને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને “તું કિશન અને તેના મિત્રો સાથે રહીશ તો તને પૂરો કરી નાખશું” તેવી ધમકી આપી હતી દરમ્યાન ત્યાં હાજર રહેલા લોકો દ્વારા તેને છોડાવવામાં આવ્યો હતો અને આ બનાવની યુવાનના કાકા રાજુભાઈ મગનભાઈ સનુરાને જાણ કરવામાં આવતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરિયાદી યુવાનને માથામાં ટાંકા આવ્યા હતા. હાલમાં સારવાર લીધા બાદ યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News